________________
૧૫ર
કળા એટલે શું? એવી વિનોદી મજાક કે Íતથી, કે અસરકારક વાર્તાથી, કે ચિત્રથી, કે નાનકડી ઢીંગલીથી નીપજતી મૃદુતાની કે આનંદની મનોદશા. આ બેઉ પ્રકારો માણસ માણસ વચ્ચે પ્રેમાળ મિલનની એક જ ને સરખી અસર ઉત્પન્ન કરે છે. કેટલીક વાર, સાથે રહેતા લોકો અંદરોઅંદર વિરોધ કે શત્રવટવાળા ન હોય તેય, કાંઈ નહિ તે, તેમની લાગણી અને મનોદશામાં એકમેકથી અળગા હોય છે; પણ તે કયાં સુધી? કોઈ એકાદ વાર્તા કે નાય કે ચિત્ર કે કોઈ ઇમારત પણ, પરંતુ ઘણી વાર તો સંગીત, તેમને વીજળીના ચમકારાથી જાણે એક કરી દે છે, અને અગાઉનાં તેમનાં અળગાપણા કે શત્રતાની જગાએ તેઓ બધા એકતા અને પરસ્પર પ્રેમના ભાવવાળા બને છે. પોતાને સામાના જેવી જ લાગણી થાય છે એવું લાગતાં દરેક રાજી થાય છે. પોતાની અને લોકોની વચ્ચે જ નહિ, પરંતુ તે લાગણીને હવે પછી પામનારા અત્યારના લોકો જોડે તેનું જે અનુસંધાન થાય છે, તેથી તે રાજી થાય છે. અને તેથીય આગળ તો એ કે, કબર કે મૃત્યુની પેલી પારના લોકો જોડેના અનુસંધાનનો ગૂઢ આનંદ આવે છે; કેમ કે, તે જ એકસમાન લાગણીઓ ભૂતકાળનાં માણસો માણી ગયાં છે અને ભવિષ્યમાં થશે તે માણશે. અને આવી અસર બેઉ જાતની કળાથી જન્મે છે – ઈશ્વર અને પડોશી પ્રત્યે પ્રેમની લાગણીઓ વહતી ધાર્મિક કલાથી, તેમ જ બધાં મનુષ્યોને સર્વસાધારણ એવી સાદામાં સારી લાગણીઓ વહતી સાર્વભૌમ કલાથી.
આપણા જમાનાની કળા પૂર્વેની કળાથી મુખ્યત્વે એ બાબતમાં ખી ગણવી જોઈએ કે, આપણા જમાનાની કળા એટલે ખ્રિસ્તી કળા; તેને પાયો મનુષ્યમાત્રનું ય ચાહતી ધર્મપ્રતીતિ છે; તેથી મનુષ્યોને એક નહિ પણ અલગ કરનારી કે એકદેશી લાગણીઓને વહતી દરેક વસ્તુને તે કળા સારા વસ્તુ-વિષયવાળા કલાક્ષેત્રમાંથી બાતલ રાખે છે. આવી કૃતિઓને તે કળા ખરાબ વસ્તુવિષયવાળી કળામાં મૂકે છે; તો બીજી બાજુએ, પહેલાં પસંદગી ને આદરને પાત્ર ન ગણાતા એવા એક