________________
૧૫૦
કળા એટલે શું? પરંતુ એ પૂરેપૂરા સ્પષ્ટ અર્થવાળા છે. તે એમ સૂચવે છે કે, (અમુક જ માણસના આંશિક કે અળગા મિલનથી ઊલટું એવું,) મનુષ્યોનું ખ્રિસ્તી ઐક્ય કે સંમિલન તે છે, કે જે નિરપાવાદ સૌને એક કરે છે.
કલાનું – કલામાત્રનું લક્ષણ એ છે કે, લોકોને તે એક કરે છે. દરેક કળા તેના કર્તાની લાગણી જેમને પહોંચાડે છે, તેમને તે કર્તાની સાથે તથા તેવી છાપ મેળવતા બીજા બધાની સાથે આત્મિક મિલન કરાવે છે. પરંતુ ગેરખ્રિસ્તી કલા કેટલાક લોકને એકસાથે મેળવે છે, પણ એ જ મિલનને, તે મળેલા લોકો અને બીજા લોકો વચ્ચેની જુદાઈનું કારણ બનાવે છે. એટલે આવા પ્રકારનું મિલન ઘણી વાર બીજાથી જુદાઈનું જ નહિ પણ તેમની શત્રુતાનું મૂળ બને છે. રાષ્ટ્રગીત, કાવ્યો ને સ્મારકોની દેશાભિમાની કલા આવી કલા છે; મૂર્તિઓ, પૂતળાં, સરઘસો અને બીજી પોતપોતાના સ્થાનિક વિધિઓવાળી મંદિર-કે-દેવળધર્મી (એટલે બધા ધર્મમાર્ગોની સાંપ્રદાયિક ) કળા આવી કળા છે. આવી કળા તેનો કાળ વીત્યા છતાં ટકેલી એવી જૂની અને ગેર-ખ્રિસ્તી છે; એકસરખા ધર્મમાર્ગ કે સંપ્રદાયના લોકને તે એક કરે છે, પરંતુ બીજા ધર્મમાર્ગોના લોકોથી તેમને વળી વધારે તીક્ષ્ણતાથી જુદા પાડે છે, અને તે બધામાં પરસ્પર શાતા પણ કરાવે છે. ખ્રિસ્તીધર્મી કલા તો તે જ કહેવાય કે જેનું વલણ નિરપવાદ સૌને એક કરવા તરફનું છે; તે કરવાને માટે તે કલા મનુષ્યોમાં યા તો એવી પ્રતીતિ જગવે કે, મનુષ્ય તથા બધાં મનુષ્યો પ્રભુ સાથે તથા પોતાનાં પડોશીઓ સાથે સરખી સગાઈવાળાં છે; અથવા તો તે કલા બધામાં એકસમાન એવી લાગણીઓ જગવે, કે જે અતિ સાદામાં સાદી ભલે હોય, પણ તેઓ ખ્રિસ્તી ધર્મને ન ગમતી – તેને વિરોધી ન હોવી જોઈએ, અને નિરપવાદ દરેક મનુષ્યને તે સ્વાભાવિક કે સહજ હોવી જોઈએ.
આપણા સમયની સારી ખ્રિસ્તી કલા, તેના બાહ્ય રૂપની કચાશોને લઈને અથવા મનુષ્યો તે તરફ બેધ્યાન હોવાથી, લોકોને ન સમજાય એવી હોય એમ બને; પરંતુ તે જે લાગણીઓ વહે, તેમને બધા માણસ અનુ