________________
:
ખરી ક્લાના વસ્તુ-વિષયની કસેાટી
૧૫૩
કલાવિભાગને તે સારા વસ્તુવિષયવાળી કળામાં મૂકે છે. તે વિભાગ એટલે સાર્વભૌમ કલા, કે જે નજીવામાં નજીવી અને સાદી લાગણીઓને વહન કરે છે; તેની શરત માત્ર એ કે, તે નિરપવાદ સૌ મનુષ્યોને સુલભ હાય અને તેથી તેમને એક કરતી હોવી જોઈએ. આવી કળા આપણા જમાનામાં સારી ગણાય જ, કેમ કે આપણા કાળની ધર્મપ્રતીતિ, એટલે કે, ખ્રિસ્તી ધર્મ માનવજાત આગળ જે અંતિમ લક્ષ્ય મૂકે છે, તેને એ કળા સાધે છે.
ખ્રિસ્તી કળા મનુષ્યોમાં યા તે એવી લાગણીએ જગવે છે, કે જે તેમને પ્રભુ અને પડોશીના પ્રેમ દ્વારા હમેશ વધારે ને વધારે નિકટ લાવે છે અને એવી નિકટતા અને મિલનને માટે તૈયાર અને સશક્ત બનાવે છે: અથવા તો એ કળા તેમનામાં એવી લાગણી જગવે છે, કે જેથી તેમને જણાય છે કે, જીવનનાં હર્ષશાક, સુખદુ:ખમાં આપણ સૌ એકસાથે કયારનાં જોડાઈ ચૂકેલાં છીએ.
એટલે આપણા જમાનાની ખ્રિસ્તી કળા બે પ્રકારની હાઈ શકે અને છે:
૧. જગતમાં પ્રભુ અને પડોશી સાથેના માનવ સંબંધ વિષેની ધર્મપ્રતીતિમાંથી ઝરતી લાગણીઓ વહતી કળા, એટલે કે, તેના મર્યાદિત અર્થની ધાર્મિક ક્લા.
૨. સર્વસામાન્ય જીવનની સાદામાં સાદી લાગણીઓ, પરંતુ તે એવી કે જે આખી દુનિયામાં બધાં મનુષ્યોને હમેશ સુલભ હાય, તેમને વહન કરતી કળા, એટલે કે, સામાન્ય જીવનની સાર્વભૌમ લેાકકલા. આપણા જમાનામાં આ બે પ્રકારની કલાએ જ સારી કલા ગણાઈ શકે,
--
પહેલી ધાર્મિક કલા બે જાતની લાગણીઓ વહે એક, પ્રભુ અને પડોશીના પ્રેમની ભાવાત્મક લાગણીઓ; બીજી, તે પ્રેમના ઉલ્લંધન પ્રત્યે પ્રકોપ અને કમકમાટીની અભાવાત્મક લાગણીઓ. આ મુખ્યત્વે