________________
ખરી કલાના વસ્તુ-વિષયની કસેટી ૧૫૫ છોકરો ને એક ધાવણા બાળકને લઈને આયા ઊભાં છે; તેઓ વિજ્યકૂચને વખાણે છે. પણ દીવાનખાનામાં મા છે તે રૂમાલમાં મોં ઢાંકી ડૂસકાં ખાતી સોફા પર પડી છે. આગળ મેં ઉલ્લેખેલું વૉલ્ટર લૅન્ગલીનું ચિત્રેય આવી જાતનું છે. વળી એક આવા પ્રકારનું ચિત્ર મોર્લોન નામે ફ્રેન્ય કલાકારનું છે. તેમાં ભાંગેલી આગબોટના બચાવ માટે ભારે તોફાનમાં દોડી જતી રક્ષા-બોટ બતાવી છે. કડી મજૂરી કરનાર ખેડૂતને આદર અને પ્રેમથી રજૂ કરતાં ચિત્રો આ જાતનાં ચિત્રોને મળતાં આવનારાં છે. મિલેટનાં ચિત્રો આવાં છે, – ખાસ કરીને તેનું “ધી મૅન વિથ ધી હો.’ આ શૈલીના ચિત્રકારોમાં જૂલ્સ બૅટન, હેરમાઇટ, ડેફ્રેગર, વગેરે પણ આવે છે.
પ્રભુ-અને-મનુષ્ય-પ્રેમના ઉલ્લંઘન પ્રત્યે પ્રકોપ અને કમકમાટી જગવતાં ચિત્રોના દાખલા તરીકે ગેનું “જજમેન્ટ’ ચિત્ર ચાલે; લીઝન મેયરનું ‘સાઇનિંગ ધી ડેથ વૉરંટ’ પણ ચાલે. પરંતુ આ જાતનાં ચિત્રો પણ ઓછાં જ છે. ચિત્રની સુંદરતા અને તેના “ટેકનીક’– ચિત્રણના આયોજનના કાયદાકાનુનની ચિંતા ઘણે ભાગે લાગણીને પાછળ નાંખી દઈ ઢાંકી દે છે. દા૨ ત૨, જેરોમીનું “પોલીસ વર્ગો: દૃશ્યના સૌંદર્યના આકર્ષણને જેટલું બતાવ્યું છે તેટલી તેમાં બતાવેલ કાર્ય પ્રત્યે કમકમાટી તે નથી બતાવતું.*
આપણા ઉપલા વર્ગોની આધુનિક કલામાં બીજા પ્રકારની – સારી સાર્વભૌમ કળાના, કે એક આખી પ્રજાની કલાના પણ, દાખલા આપવાનું તો ઉપરના કરતાંય વધુ મુશ્કેલ છે, ખાસ કરીને સાહિત્ય અને સંગીતમાં. (ડૉન કિવકસોટ, મોલિયરની કોમેડીઓ, ડિકન્સનાં “ડેવિડ કોપરફિલ્ડ.” અને “પિકવિક પેપર્સ,’ ગૉગલ અને પુષ્કીનની વાર્તાઓ, અને મોપાસાંની કેટલીક કૃતિઓ જેવી) કેટલીક કૃતિઓ છે, જેમને અંદરની વસ્તુ જોતાં
કે આ ચિત્રનો પરિચય મેંડ આપે છે – “રેમના મહાન થિયેટરમાં મલ્લયુદ્ધ ચાલે છે. પ્રેક્ષકો તેમના અંગૂઠા નીચા કરીને બતાવે છે કે, હારેલા મલ્લને મારી નાંખવો એમ અમે ઈચ્છીએ છીએ.”