________________
ખરી કલાના વસ્તુવિષયની કસેટી ૧૫૧ ભવી શકે એવી તે હોવી જોઈએ. તે કોઈ અમુક એક લોકસમૂહની કે એક વર્ગની કે એક રાષ્ટ્રની કે એક ધર્મપંથની કળા ન હોવી જોઈએ. એટલે કે, તેણે એવી લાગણીઓ વહન કરવી ન જોઈએ, કે જે માત્ર અમુક રીતે કેળવાયેલો માણસ જ, કે અમીરઉમરાવ જેવા ઉપલા વર્ગના માણસ જ, કે વેપારી, કે એકલા રશિયન કે જાપાની જ, કે રોમન કેથલિક કે બૌદ્ધ જ, કે એવા અમુક જ પામી શકે, પરંતુ તે કળાએ દરેક જણ પામી શકે એવી લાગણીઓનું વહન કરવું જોઈએ. આ જાતની કળા જ આપણા જમાનામાં સારી, કલાસમતમાંથી પસંદ કરવા લાયક, અને ઉત્તેજનપાત્ર ગણી શકાય.
ખ્રિસ્તી ધર્મકળા, એટલે કે, આપણા સમયની કળા, ‘કૅથલિક’ શબ્દના મૂળ અર્થમાં કૅથલિક, એટલે કે, સાર્વભૌમ હોવી જોઈએ. તેથી તેણે સર્વ મનુષ્યોને એક કરવા જોઈએ. અને બે જ જાતની લાગણીઓ સર્વને એક કરે જ છે : એક, આપણે સૌ ઈશ્વરનાં બાળક છીએ ને ભાઈબહેન છીએ એવી પ્રતીતિમાંથી ઝરતી લાગણીઓ; બીજી, નિરપવાદ દરેક જણ પામી શકે એવા સર્વસામાન્ય જીવનની લાગણીઓ, જેવી કે, આનંદવિનોદની, દયાની, પ્રસન્નતાની, શાંતિની, વગેરે. વસ્તુ-વિષયની દૃષ્ટિએ, સારી કળાના સર્જન માટે, હવે આ બે જ જાતની લાગણીઓ સામગ્રી આપી શકે.
અને આ બે જાતની (લાગણીવાળી) કલાનું કાર્ય દેખીતું જુદું લાગવા છતાં, એક જ અને સરખું છે. ઈશ્વરનાં આપણ સૌ બાળકો છીએ, અને ભાઈબહેન છીએ, એ પ્રતીતિમાંથી ઝરતી લાગણીઓ, એટલે, દા૨ ત૨, સત્યમાં અચૂકતાનો ભાવ, ઈશ્વરેચ્છા પ્રત્યે આદરભક્તિ, આત્મબલિદાન, મનુષ્ય માટે માન અને પ્રેમભાવ, વગેરે – એવી લાગણીઓ કે જેમને ખ્રિસ્તી ધર્મપ્રતીતિ આપણામાં જગવે છે. અને બીજી જાતની – સાદામાં સાદી લાગણીઓ, એટલે, દારુ તત્વ, દરેકને સમજાય