________________
ખરી કલાના વસ્તુ-વિષયની કસોટી ૧૪૭ જોઈએ એવી જે સાચી ધર્મભાવી કળા, તેની જરૂરને લોકોની નજરમાં આવતી ઢાંકે છે.
એ ખરું છે કે, આપણા સમયની ધર્મપ્રતીતિની માગણીઓને સંતોષનારી કલા પૂર્વની કલાથી તદ્દન અલગ વસ્તુ છે. આ અલગતા કે અસમાનતા છતાં, જે માણસ ઈરાદાપૂર્વક સત્યને પેતાથી સંતાડતો નથી તેને, આપણા જમાનાની ધર્મભાવી કળાનો પાયો શો છે, તે અતિ સ્પષ્ટ અને ચેકસ રીતે સમજાય એવો છે. પૂર્વે સર્વોચ્ચ ધર્મપ્રતીતિ માત્ર અમુક જ લોકોને એક કરતી હતી. (તે લોકોનો સમાજ મોટો હોતો, તોપણ તે અનેક બીજા સમાજોની વચ્ચે આવેલો એક સમાજ હોતો. જેમ કે, યહૂદીઓ કે ઍથેન્સ યા રોમના નાગરિકો.) એટલે તે કાળની કલાથી વહન થતી લાગણીઓ બળ, કીર્તિ અને આબાદીની તે સમાજની ઇચ્છામાંથી ઝરતી; અને તે કળાના નાયકો કે મુખ્ય પાત્રો પણ બળ, યુક્તિ, કપટ કે ક્રૂરતાથી તે બધું વધારવામાં ફાળો આપનાર લોકો જ હોઈ શકતા. (જેમ કે, ઉલીસેસ, જેકબ, ડેવિડ, સૅમ્સન, હરક્યુલીસ, અને એ બધા વીરો.) પરંતુ આપણા સમયની ધર્મપ્રતીતિ કોઈ એક માનવ-સમાજને પસંદ કરતી નથી; ઊલટી એ તો નિરપવાદ બધા લોકોનું
– માનવમાત્રનું ઐક્ય માગે છે, અને બધા મનુષ્યો પ્રત્યેના ભ્રાતૃપ્રેમને સગુણોનો રાજા કહે છે. અને તેથી, આપણા સમયની કળાથી વહન થતી લાગણીઓ પૂર્વેની કલાથી વહન થતી લાગણીઓ સાથે એકરૂપ ન થઈ શકે એટલું જ નહિ, બલ્ક તેમની સામે જવી જોઈએ.
1 ખ્રિસ્તી, ખરેખરી ખ્રિસ્તી કળા D પાવામાં ખૂબ વાર થઈ છે અને હજી તે સ્થપાઈ રહી નથી, તે એટલા જ કારણે કે, જેવાં નાનાં પગલાં ભરતી ભરતી માનવજાત નિયમસર આગળ વધે છે, તેવું નાનું પગલું આ ખ્રિસ્તી ધર્મપ્રતીતિ નહોતી; તે તો એક પ્રચંડ ક્રાંતિ હતી. અને માનવજાતની આખી જીવનદૃષ્ટિ અને તેને પરિણામે તેના જીવનનું સમસ્ત