________________
૧૪૬
કળા એટલે શું? અને બાકીનું જે કલાને નામે રહે તેને કલા તરીકેનું ગૌરવ ન આપવું કેમ કે, તે તેને ઘટતું નથી, તેનું તે અધિકારી નથી.
કહેવાતા જ્ઞાનોદય-કાળમાં ઉપલા વર્ગોના લોકે જે ભૂલ કરી ને હજી જે આપણે કાયમ રાખીએ છીએ, તે એ નહોતી કે, તેઓ ધર્મભાવનાપરાયણ કલાની કિંમત સમજતા કે મહત્ત્વ આપતા મટયા હતા. (તે કાળના લોકો તેને મહત્ત્વ નહોતા આપતા તે એ કારણે કે, આજના આપણા ઉપલા વર્ગોની પેઠે, મોટા ભાગની જનતા જેને ધર્મ માનતી તેમાં તેઓ શ્રદ્ધા રાખી શકતા નહોતા. એમની ભૂલ એ હતી કે, ધર્મભાવમૂલક કલા જે હતી નહિ, તેની જગાએ તેમણે નજીવી કે અર્થશૂન્ય કલાને મૂકી, કે જેનો ઉદ્દેશ મજા કે રમૂજ પાડવાને જ માત્ર હતો. એટલે કે, તેઓએ ધર્મભાવનાવાળી કળાને બદલે એવી કાંઈક વસ્તુ પસંદ કરવાનું, કીમતી ગણવાનું, ને ઉત્તેજવાનું શરૂ કર્યું, કે જે કોઈ વાતે આવા આદર કે ઉત્તેજનને પાત્ર નહોતી.
એક ખ્રિસ્તી ધર્મગુરુએ કહ્યું છે કે, મેટામાં મોટું અનિષ્ટ એ નથી કે માણસ પ્રભુને જાણતો નથી; પણ એ છે કે, પ્રભુને બદલે તેણે તેની ગાદી ઉપર જે પ્રભુ નથી તેને બેસાડ્યો છે. તેવી જ રીતે આપણા જમાનાના ઉપલા વર્ગો ધર્મભાવી કલા વગરના છે એ એમને માટે એટલી બધી કમનસીબની વાત નથી; મોટી કમનસીબની વાત તો. એ છે કે, ઉત્તમ ધર્મભાવપરાયણ કળા ખાસ મહત્ત્વની ને કીમતી હોઈ, બધી કળામાંથી તેને પસંદ કરવાને બદલે, તેમણે અતિ નજીવી કે અર્થશૂન્ય ને સામાન્યત: નુકસાનકારક એવી ક્લાને પસંદ કરી, કે જેનો હેતુ અમુક લોકને રાજી કરવાનું છે, અને પોતાના એવા અળગા કે એકદેશી પ્રકારને લઈને જે કળા આપણા સમયની ધર્મપ્રતીતિરૂપ એવા સાર્વભૌમ એકતાના ખ્રિસ્તી ધર્મસિદ્ધાંતથી વિરુદ્ધ છે. આમ ધર્મભાવી કળાની
ગાએ ખાલી વસ્તુશૂન્ય અને ઘણી વાર તે અનીતિમય, એવી કળા ગોઠવી દેવાય છે, અને તે કળા, જીવનને સુધારવાને માટે એમાં હોવી