________________
૧૪૫
ખરી કલાના વસ્તુનવિષયની કસોટી ખાસ લક્ષ્ય વગર નિર્માતી બધી કલામાંથી જે આપણા જમાનાની ધર્મપ્રતીતિમાંથી ઝરતી લાગણીઓને વહે, તે કળાને પસંદ કરવી જોઈએ, તેની ઊંચી કિંમત અંકાવી જોઈએ, અને તેને ઉત્તેજન આપવું ઘટે; અને એ પ્રતીતિથી વિરુદ્ધ જતી કળાને વખોડી કાઢી ધિક્કારવી જોઈએ; અને બાકી રહેતી ખાસ વિશેષતા વગરની બધી કળાનો ન કશો ફોડ પાડવો જોઈએ કે ન તેને ઉત્તેજન આપવું જોઈએ.
આપણા સમયની ધર્મપ્રતીતિ, તેના વ્યાપકમાં વ્યાપક અને વધારેમાં વધારે વહેવારુ અર્થમાં, એવા જાગ્રત ભાનમાં રહેલી છે કે, આપણું ભૌતિક તેમ જ આધ્યાત્મિક, વૈયક્તિક તેમ જ સામુદાયિક, ઐહિક તેમ જ પારલૌકિક કે શાશ્વત, એવું જે ઉભય કલ્યાણ, તે મનુષ્યોમાં ભ્રાતૃભાવની અભિવૃદ્ધિમાં – એકમેક સાથે પ્રેમભર્યા મેળમાં રહેલું છે. આવી ધર્મપ્રતીતિ કે દર્શન “ક્રાઇસ્ટે’ અને ભૂતકાળના યુગોના બધા ઉત્તમ પુરુષોએ કહ્યું છે એટલું જ નહિ, આપણા યુગના ઉત્તમ પુરુષોએ અનેકવિધ બાજુએથી અને વિવિધ રૂપોમાં ફરી ફરીને તે કહ્યું છે એટલું જ નહિ, પરંતુ મનુષ્યજાતના બહુસૂત્ર પુરુષાર્થને પામવાની ચાવી તરીકે તે પ્રતીતિ કયારનું કામ દઈ રહી છે. આ માનવ-પુરુષાર્થને બે બાજુ છે: એક બાજુએ તે એમાં સમાય છે કે, મનુષ્યો વચ્ચેના પરપર-મેળની સિદ્ધિમાં આવતા ભૌતિક અને નૈતિક અંતરાયોને નાશ કરવો; અને બીજી બાજુએ સવ મનુષ્યોને “વસુધૈવ કુટુંબકમ્' રૂપે જે એક કરી શકે અને જેણે કરવા જોઈએ, એવા સર્વસાધારણ સિદ્ધાંત સ્થાપિત કરવા. આવી બહુસૂત્રતાની ચાવીરૂપ જે ધર્મ પ્રતીતિ કે દર્શન, તેને આધારે આપણે આપણા જીવનની બધી ઘટનાઓને, અને તેમાં આપણી કળાનેય, મૂલવવી જોઈએ : બધાં કલાક્ષેત્રમાંથી જે કલા ધર્મની પેલી પ્રતીતિમાંથી ઝરતી લાગણીઓ વહે તેને પસંદ કરવી, તેને ભારે કીમતી ગણવી, ને તેને ઉત્તેજન આપવું; જે કાંઈ એની વિરુદ્ધ હોય તે બધાને ફેંકી દેવું; ક-૧૦