________________
૧૪૪
કળા એટલે શું? જેને ધારણે આપણા સમયની કલા મૂલવી શકાય. મને ખબર છે કે, આજનાં સંસ્કારિતા કે સુધારાના આભાસવાળાં મંડળોમાં આવો મત ચાલે છે. જે લોકો ખ્રિસ્તી ધર્મને તેના સાચા અર્થમાં સ્વીકારતા નથી, કેમ કે તે તેમના બધા સામાજિક ખાસ-હકોના પાયા જ ધોઈ કાઢે છે, અને તેથી પોતાના જીવનની નિરર્થકતા અને જૂઠાપણું પોતાનાથી જ ઢાંકવાને સારુ જાત જાતના ફિલસૂફિક અને કલાકીય વાદો યોજી કાઢે છે, તેવા લોકો આથી બીજી રીતે વિચાર કરી ન શકે. આ લોકો, ઇરાદાપૂર્વક ને કેટલીક વાર ઇરાદા વિના, ધર્મપ્રતીતિના ખ્યાલને ધર્મસંપ્રદાયના ખ્યાલ જોડે ગૂંચવે છે અને માને છે કે, ધર્મના સંપ્રદાયને ઇનકારવાથી જાણે કે તેઓ ધર્મપ્રતીતિને ઇનકારી શકે છે. પરંતુ ધર્મ પર કરાતા હલ્લા, અને આપણા જમાનાની ધર્મપ્રતીતિથી વિરુદ્ધની જીવનદૃષ્ટિ સ્થાપવાના પ્રયત્નો
– આ બધું પોતે જ સ્પષ્ટ બતાવે છે કે, પોતાની સાથે અસંગત કે મેળ ન ખાતાં જીવનેને ધિક્કારી કાઢતી એવી અમુક ધર્મપ્રતીતિ સમાજમાં મેજૂદ છે જ !
મનુષ્યજાતિ જો પ્રગતિ કરે છે – આગળ વધે છે, તો તે આગેકૂચનો દિશાદર્શક કોઈ ભેમિયો જરૂર હોવો જોઈએ. અને હમેશ ધર્મોએ એવો ભેમિયો પૂરો પાડ્યો છે. ઇતિહાસ-સમસ્ત બતાવે છે કે, માનવપ્રગતિ ધર્મની દોરવણી વગર બીજી એક રીતે નથી સધાઈ. પરંતુ જો માનવજાત ધર્મની દોરવણી વગર પ્રગતિ ન કરી શકે, અને પ્રગતિ તો ચાલુ છે, એટલે આપણા જમાનામાં પણ તે ચાલુ જ છે, – તે પછી આપણા જમાનાનો અમુક ધર્મ તો હોવો જોઈએ; એટલે, આજના કહેવાતા સુધરેલા કે સંસ્કારી લોકોને ગમે કે ન ગમે, તેમણે કૅથલિક, પ્રોટેસ્ટન્ટ, કે એવા કોઈ અમુક સાંપ્રદાયિક ધર્મના અર્થમાં નહિ પણ ધર્મપ્રતીતિના અર્થમાં ધર્મની હયાતી કબૂલ કરવી જ જોઈએ: આપણા સમયમાં પણ, કશીય પ્રગતિ સાથે હમેશનો જોડાયેલો એ ભોમિયો હાજર છે જ. અને જો આપણામાં ધર્મપ્રતીતિ છે, તો પછી આપણી કળા તે પ્રતીતિના પાયા ઉપર નખાવી જોઈએ; અને હમેશ બધે થતું આવ્યું છે તે મુજબ,