________________
૧૪૨
- કળા એટલે શું? - કે ઓછું કામનું, એ પારખવું) – એ કામ તે યુગની ધર્મપ્રતીતિ વડે કરાય છે.
દરેક ઇતિહાસ-યુગમાં અને દરેક માનવસમાજમાં જીવનના અર્થ કે સાર્થકતાની અમુક સમજ મોજૂદ હોય છે, અને તે તે સમાજના માણસે જે સર્વોત્તમ જીવનકક્ષાએ પહોંચ્યા હોય, તેને એ સમાજ દર્શાવી આપે છે. એટલે કે, તે તે સમાજ જે શ્રેષ્ઠ સારાપણાને કે સાધુતાને પોતાનો આદર્શ કે લક્ષ્ય ગણે છે, તેની વ્યાખ્યા તે સમજ આપે છે. આ પ્રકારની સમજ એટલે અમુક સમાજ કે ઇતિહાસયુગની ધર્મપ્રતીતિ. અને એ ધર્મપ્રતીતિને તે સમાજના અમુક આગળ વધેલા લોકો હમેશ સ્પષ્ટતાથી (પોતાના જીવન દ્વારા) વ્યક્ત કરતા હોય છે, અને તે સમાજના બધા લોકો ઓછીવત્તી વિશદતાથી તેને સમજતા હોય છે. આ પ્રકારની ધર્મપ્રતીતિ અને તેનું પ્રત્યક્ષ દાખલારૂપ પાલન દરેક સમાજમાં હમેશ મોજૂદ હોય છે. જો આપણને દેખાય કે, આપણા સમાજમાં તો ધર્મપ્રતીતિની એવી વસ્તુ છે નહિ, તો તેનું કારણ એ નથી કે, ખરેખર તે છે જ નહિ, પણ (તે હયાત હોવા છતાં) તેને આપણે જોવા માગતા નથી; અને તે એટલા સારુ કે, આપણું જીવન એ ધર્મપ્રતીતિ પ્રમાણે ચાલતું નથી એ હકીકતને તે પ્રતીતિ ઉઘાડી પાડે છે.
ાજની ધર્મપ્રતીતિ વહેતી નદીની દિશા જેવી છે. નદી જો જરા સરખી પણ વહેતી જ હોય તો તેને દિશા હોવી જ જોઈએ. તેમ જ જો સમાજ જીવતો છે તો તેના બધા સભ્યો, ઓછેવત્તે અંશે જ્ઞાનપૂર્વક, કઈ બાજુનું વલણ રાખે છે તે બતાવતી, એ સમાજની ધર્મપ્રતીતિ હોવી જ જોઈએ.
અને તેથી દરેક સમાજમાં એ પ્રકારની ધર્મપ્રતીતિ હોતી આવી છે અને હોય છે, તથા કલાની વહન થતી લાગણીઓ હમેશ આ ધર્મપ્રતીતિના ધોરણથી મૂલવાઈ છે. માણસેએ, કલાનાં અપાર વિવિધ ક્ષેત્રમાંથી, ધર્મપ્રતીતિને પ્રત્યક્ષ જીવનમાં ઉતારનારી લાગણીઓનું વહન કરતી કલાને જે પસંદ કરી છે, તે પોતાના યુગની આ ધર્મપ્રતીતિના જ