________________
૧૬ ખરી કલાના વસ્તુ-વિષયની કટી
ક્લાનું તેના વસ્તુ-વિષયની દૃષ્ટિએ સારાનરસાપણું આપણે શી રીતે નક્કી કરવું?
ભાષાની પેઠે કલા મનુષ્યોમાં પરસ્પરવિનિમયનું અને તેથી તેમની પ્રગતિનું, એટલે કે, માનતજાતની પૂર્ણત્વ તરફની આગેકૂચનું સાધન છે. ભાષા પોતાના સમયનાં સર્વોત્તમ અને સૌથી આગળપડતાં માણસોનાં અને પોતાની પૂર્વની પેઢીઓનાં – બેઉનાં અનુભવ અને ચિંતનથી જે બધું જ્ઞાન શોધાયું હોય, તેને છેલ્લામાં છેલ્લી પેઢીઓના માણસોને સુલભ કરી આપે છે. અને કળા એ કામ કરે છે કે, તે પેઢીઓને, તેમના પૂર્વજોએ અનુભવેલી તથા તેમના સર્વોત્તમ ને સૌથી આગળપડતા સમકાલીનો જે અનુભવતા હોય, તે બધી લાગણીઓને સુલભ કરી આપે છે. અને જેમ ભૂલભરેલું અને બિનજરૂરી જ્ઞાન હોય તેને પદભ્રષ્ટ કરી, તેની જગાએ વધારે સાચું ને વધારે જરૂરી એવું જ્ઞાન આવે, એ રીતે જ્ઞાનનો વિકાસ થાય છે, તેવી જ રીતે લાગણીનો વિકાસ કલા દ્વારા આગેકૂચ કરે છે : જે લાગણીઓ મનુષ્યજાતના કલ્યાણની દૃષ્ટિએ ઓછી દયાપરાયણ અને ઓછી કામની હોય છે, તેમની જગાએ તે દૃષ્ટિએ વધુ દયાપરાયણ અને વધારે કામની એવી લાગણીઓને મૂકવામાં આવે છે. કલાનો હેતુ આ છે. અને, હવે કલાના વસ્તુ-વિષયની વાત ચાલે છે તે બાબતમાં કહીએ તો, કલા આ હેતુને જેટલો વધુ સારે, તેટલી તે વધુ સારી, અને જેટલો ઓછા સાથે તેટલી તે ખરાબ કે ઊતરતી.
અને લાગણીઓની કદર કે મુલવણી –(એટલે કે, માનવજાતના કલ્યાણને માટે, અમુક લાગણીઓનું જૂથ વધારે કે ઓછું સારું, વધારે
૧૪૧