________________
૧૪૦.
કળા એટલે શું? કલાને ત્યારે તેનાં નકલિયાંથી નોખી પાડનારી ત્રણ બાબતે આ પ્રકારની છે; અને કલાના વસ્તુ-વિષયનો પ્રશ્ન બાજુએ રાખીને કલાને વિચારતાં, દરેક કલાકૃતિને ગુણ પણ તે જ બાબતો નક્કી કરી આપે છે.
આ ત્રણમાંથી એક પણ વિના કલાકૃતિ કલાની ગણના બહાર છે, અને તે અભાવ તેને નકલિયામાં ખપવે છે. જો કોઈ કૃતિ કલાકારની ખાસ લાગણી વ્યક્ત ન કરતી હોઈ તૈયાક્તક ન હોય, જો તે ન સમજાય એવી અસ્પષ્ટ નિરૂપાઈ હોય, અથવા તો તેને વ્યક્ત કરવાની તેના કર્તાની આંતર આવશ્યકતામાંથી તે ન ઝરતી હોય – તો તે ખરી કલાકૃતિ નથી. જો આ ત્રણે શરતો થોડામાં થોડે અંશે પણ મોજૂદ હોય, તો તે કૃતિ નબળી હોવા છતાં કલા છે.
વ્યક્તિત્વ, વિશદતા, અને પ્રામાણિકતા કે સત્યનિષ્ઠા, એ ત્રણ શરતો કલાકૃતિ જેવી જુદી જુદી માત્રામાં હોય, તે પ્રમાણે તેનો ગુણ (તેના વસ્તુ-વિષયનો વિચાર બાજુએ રાખીને) નક્કી થાય છે. બધી કલાકૃતિઓ જે માત્રામાં આ ત્રણમાંની પહેલી, બીજી ને ત્રીજી શરત પૂરી કરે છે, તે પ્રમાણે તેમના ગુણનો ક્રમ તેમને મળે છે. એકમાં વહન થતી લાગણીનું વ્યક્તિત્વ મુખ્ય હોય, તો બીજીમાં રજૂઆતની વિશદતા, તો ત્રીજીમાં પ્રામાણિકતા સૌથી ચડિયાતી હોય, તો વળી ચોથીમાં પ્રામાણિકતા ને વ્યક્તિત્વ હોય પણ વિશદતાની ઊણપ હોય, તો વળી પાંચમીમાં વ્યક્તિત્વ ને વિશદતા હોય, પણ પ્રામાણિકતાનું બાદલું હોય; અને આ રીતે ઓછાવત્તી માત્રાથી કૃતિઓના અનેકવિધ પ્રકારો થતા હોય.
આમ કલા અ-કલાથી જુદી પડે છે અને તેના વસ્તુવિષયથીએટલે કે, વહન થયેલી લાગણી સારી છે કે નરતી એ બાબતથી સ્વતંત્ર રીતે વિચારતાં, કલાનો કલા તરીકે શો ગુણ છે તે નક્કી થાય છે.
પણ કલાની અંદર આવતી બાબત કે તેને વસ્તુ-વિષય, એ દૃષ્ટિએ સારી કે નરસી કલાની વ્યાખ્યા આપણે શી રીતે આપવી? એ કેમ નક્કી કરવું?