________________
૧૩૮
કળા એટલે શું? આ કલાના વસ્તુ-વિષયર્ને હાલ અલગ રાખીને, એટલે કે, કલા વહન કરે તે લાગણીઓના ગુણોને વિચાર અત્યારે ન કરતાં કહીએ તે, જાની चेपशक्ति जेम वधारे जबरी, तेम ते वधारे सारी.*
અને કલાના ચેપીપણાની માત્રા ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે:
૧. વહન કરાતી લાગણીના વ્યક્તિત્વ કે ખાસિયતનું ઓછાવત્તાપણું;
૨. જે સ્પષ્ટતા કે વિશદતાથી લાગણી વહન કરાતી હોય તેનું ઓછાવત્તાપણું,
૩. કલાકારની પ્રામાણિકતા કે સત્યનિષ્ઠા, એટલે કે, કલાકાર જે ઊર્મિ વહન કરે તેને પાતે જાતે જે જોરથી અનુભવતો હોય, તેનું ઓછાવત્તાપણું.
(૧) વહન થતી લાગણી જેટલી વધારે વૈયક્તિક કે ખાસ નિજી, તેટલી તે તેના ભક્તા ઉપર વધારે જોરદાર કામ કરે છે, તેને ભોક્તા તેનાથી જે મનોદશાએ પહોંચે તે જેટલી વિશેષ આત્મીય કે ખાસ નિજી, તેટલી તેને વધારે રમૂજ પડે છે અને તેથી તેમાં એ તેટલો વધારે જોરથી જોડાય છે.
(૨) લાગણીની રજૂઆતમાં સ્પષ્ટતા કે વિશદતા ચેપશક્તિને મદદ કરે છે, કારણ કે, જેમ વધારે સ્પષ્ટતાપૂર્વક લાગણી પહોંચતી કરાય, તેમ તેનો ભોક્તા તેનાથી વધુ સંતુષ્ટ થાય છે. કેમ કે, ભોક્તા થવું એટલે કૃતિના કર્તાની સાથે એક બનવું અને એમ લાગવું કે, એ લાગણી જાણે પોતે કયારથી ઓળખતો ને અનુભવતો હતો, પણ તેનું નિરૂપણ જ જાણે હમણાં મળે છે.
(૩) પરંતુ કલાના ચેપીપણાની માત્રા સૌથી વધારે વધે છે તે તો કલાકારની પ્રામાણિકતા કે સત્યનિષ્ઠાની માત્રાથી. વાચક, પ્રેક્ષક કે શ્રોતાને લાગે કે, કલાકાર પોતે પોતાની કૃતિથી ચેપાયેલો છે, અને તે લખે છે કે ગાય-વગાડે છે તે પોતાને માટે, અને બીજાઓ ઉપર અસર પાડવાને
* આ બીબાફેર મૂળને છે. –મ.