________________
૧૫
ખરી કલાની નિશાની - તેની ચેપશક્તિ
આપણા સમાજમાં ક્લા એવી વિપરીત થઈ ગઈ છે કે, જે ખરાબ છે તેને સારી મનાય છે એટલું જ નહિ, ખરેખર કલા શી વસ્તુ છે એ જોવાની દૃષ્ટિ સરખીય ખોવાઈ ગઈ છે. એટલે આપણા સમાજની કલા વિશે બોલવા શક્તિમાન થવાને માટે પહેલી જરૂર એ છે કે, નકલી કળાથી ખરી કળાને જુદી પારખવી જોઈએ.
નકલી અને ખરી કલાનો ભેદ બતાવનારી નિ:શંક નિશાની કળાની ચેપશક્તિ છે. એક માણસ બીજા માણસની કૃતિ વાંચી-સાંભળી-કે-જોઈને, વિના પ્રયત્ન કર્યો અને વિના પિતાનું દૃષ્ટિબિંદુ બદલ્ય, એવી મનોદશા અનુભવે, કે જે તેના કર્તા જોડે અને તેનાથી અસર-વશ થતા બીજા લોકો જોડે તેને ( સમભાવ કે સહાનુભૂતિમાં ) એક બનાવે; તો તેવી દશા જગવનાર વસ્તુ કલાકૃતિ છે. અને તે વસ્તુ ભલે ગમે તેવી કાવ્યમય, તાદૃશ વાસ્તવતાવાળી, અસરકારક કે ઝમકદાર, અથવા રસમય હોય પરંતુ જો તે વસ્તુ તેના કર્તા જોડે તથા તેનાથી ચેપાનારા બીજાઓ જોડે આનંદ અને આત્મિક મિલનની લાગણી, (કે જે લાગણી બીજી બધી લાગણીઓથી સાવ નોખી તરી આવે એવી છે,) તે ન જગવે, તો એ કૃતિ (બીજી રીતે ગમે તેવી રૂપાળી હોવા છતાં ) કલાકૃતિ નથી.
એ ખરું છે કે, આ નિશાની યાંતરિત છે અને એવા લોકો હયાત છે કે જેઓ ખરી કલાકૃતિનું કાર્ય શું હોય છે તે ભૂલી ગયા છે, – (આપણા સમાજમાં તો મોટા ભાગના લોકો એ દશામાં છે,)–અને
એક એટલે કે, કલાનાં સફળ નકલિયાં ઉતારવાની પેલી આગળ વર્ણવેલી ચાર યુક્તિઓવાળી હોય, એમ જણાવે છે. –મ.
૧૩૬