________________
૧૩૪
કળા એટલે શું? કાઢી કેડે પડે છે. દૃર્થ એમ ગોઠવ્યું છે કે, હરણાં નજરમાંથી દોડી જાય છે ને પાછાં દેખાય છે. (નાનાં તંબુ-ઘરમાં તે લોકો આવાં નાટકો ભજવે છે.) શિકારી તેમનો પીછો કરવામાં વધુ ને વધુ ફાવે છે. બ થાકે છે ને માને ટેકે અઢેલે છે. હરણી થાક ખાવા ઊભી રહે છે. ત્યાં તો શિકારી આવી પહોંચે છે ને ધનુષ્ય તાણે છે. પણ તે જ વખતે પેલું પક્ષી ભયની ચેતવણી આપતું બોલે છે. બેઉ હરણાં ભાગે છે. ફરી પાછો પીછો શરૂ થાય છે. શિકારી તેમને પકડી પાડે છે, અને તીર છોડે છે. તીર બચ્ચાને વાગે છે. દોડી ન શકાવાથી તે માને અઢલે છે. માં તેનો ઘા ચાટે છે. શિકારી બીજે તીર કાઢે છે. પેલો પ્રેક્ષક વર્ણન કરે છે કે, નાટકનો પ્રેક્ષકવર્ગ, હવે શું થશે, એ ચિંતાથી સ્તબ્ધ બની જાય છે; તેમનામાં ઊંડા ઊંહકા ને રદુન પણ સંભળાય છે. અને કેવળ આ વર્ણન પરથી મને લાગ્યું કે, આ સાચી કલાકૃતિ હતી.
આ જે હું કહું છું તે બુદ્ધિહીન અવળ-વાણી જ લાગશે, કે જેનાથી બહુ તો માત્ર દિંગ થઈ શકાય. આમ છતાં મને જે લાગે છે તે મારે કહેવું જોઈએ. આપણા મંડળના લોકોમાંના કેટલાક કવિતાઓ, વાર્તાઓ, નવલો, ઑપેરાઓ અને ગાયનવાદનની ચીજો રચે છે. કેટલાક ભાત ભાતનાં બધાં ચિત્રો દોરે છે ને બાવલાં બનાવે છે; તો બીજા કેટલાક આ બધું જુએ સાંભળે છે; ને વળી બીજા કેટલાક તે બધાની મુલવણી ને ટીકા કરે છે – તેને ચર્ચે છે, વખોડે છે, તેમાં ફાવે છે, અને પેઢી દર પેઢી એકબીજાનાં સ્મારક ઊભાં કરે છે. પરંતુ એ કલાકારો, એ પ્રેક્ષક જનતા, અને એ વિવેચકો – આ બધામાંથી થોડા જૂજજાજ અપવાદ બાદ જતાં, બાકીના બધા લોકોએ, કલા વિષે કશી ચર્ચા સાંભળ્યા પૂર્વેના એમના જીવનકાળ –એટલે કે, બાળપણ અને કિશોરાવસ્થા સિવાય, કયારેય પણ કળાનું જે ખરું હાર્દ કે મૂર્તિમંત રહસ્ય છે, તે જ અનુભવ્યું નથી. આ હાર્દ એટલે એક સાદામાં સાદા માણસને ને એક બાળકને પણ જેનો સારી પેઠે પરિચય છે એવી એક સાદી લાગણી અનુભવ: એક એવી અંતકરણ-શક્તિ કે જેથી સામા માણસની