________________
કડવું છતાં સાચું ત્યારે આ છેઃ ૧૩૧ છે, તેની એ વાત હતી. મુશ્કેલીથી ગરીબ વિધવા મા થોડોક ઘઉંનો લોટ મેળવે છે, ને તેની કણક બાંધવા તેને ટેબલ ઉપર મૂકે છે. પછી છોકરાને ઝુંપડા બહાર ન જવાનું અને લોટ સંભાળવાનું કહી તે થોડોક આથો લેવા બહાર જાય છે. મા ગયા દરમિયાન, બીજાં કેટલાંક છોકરાં પેલાં ઝૂંપડાનાં છોકરાંને રમવા બોલાવતાં બારી આગળ થઈને દોડતાં ચાલી ગયાં. છોકરાં માની આજ્ઞા ભૂલી ગયાં ને બહાર શેરીમાં ભાગ્યાં ને રમવામાં મશગૂલ થઈ ગયાં. મા આથો લઈને આવીને જુએ છે તો લોટના ટેબલ ઉપર એક મરઘી બેઠી છે, લોટને તે નીચે સેરવ્યું જાય છે, અને તેમા કરતાં તેનો છેલ્લો રહેલો ભાગ નીચે તેનાં બચ્ચાં ચપ ચપ જમીન પરથી વીણી ખાય છે. નિરાશાની મારી મા છોકરાંને ઠપકો આપે છે, તે બિચારાં ખૂબ રડે છે. માને તેમની દયા આવે છે, પણ શું કરે ? ઘઉંને મેં લોટ તો ગયો ! છતાં કાંઈક કરવું તો જોઈએ. એટલે માતા નક્કી કરે છે કે, “રાઈ' (બંટી) નો લોટ ઝીણો ચાળી લઈ તેને ઈંડાના રસથી કરવી કરીને તેની ઇસ્ટર-કેક કરવી. ઘઉંની કેક વગર રહેલાં છોકરાંના આશ્વાસન સારુ, મા પ્રાસયુક્ત એક ઉખાણો તેમને કહે છે, “રાઈના રોટલા કેવા, ઘઉંની કેકના જેવા.” લાગલી તેમની નિરાશા ઊડી જઈ હર્ષ આવી જાય છે ને પેલો ઉખાણો તેઓ ગાવા મંડે છે, ને પહેલાં કરતાંય કયાંય વધારે આનંદથી તેઓ ઇસ્ટર-કેક મળવાની રાહ જુએ છે.
હવે, ઝોલા વગેરેની નવલે તથા વાર્તાઓની મારા ઉપરની અસર કહ્યું. તે બધીના ભારે રંજ પમાડતા વસ્તુવિષયોના વાચને એક ક્ષણ વાર પણ મને ન સ્પર્ધો, બલ્ક, જેમ કોઈ માણસ તમને એવા ભેળા ગણે કે, જે યુક્તિથી તે તમને ફસાવવા માગતો હોય તેને તમારાથી સંતાડે સરખી નહિ, ને તેથી તમે તેના પર છંછેડાએ, તેમ જ તે કથાઓ વાંચતાં બધો વખત હું તેમના પર છંછેડાતો હતો. પહેલી લીટી વાંચો ત્યાંથી તમે પુસ્તક લખ્યાને ઇરાદો જોઈ લો છો; એટલે પછી બધી વિગતો નકામી થઈ જાય છે તે સુસ્ત બની જવાય છે. અને ખાસ તો એ કે, વાચકને એમ જણાય છે કે, નવલ કે વાર્તા લખવાની ઇચ્છા ઉપરાંત લેખક પાસે બીજી