________________
૧૨૩
કળા એટલે શું?
નિર્ણય પણ સ્વીકારા જ પડશે. કલા એવી પ્રવૃત્તિ છે, કે જે દ્વારા એક માણસ અમુક લાગણી અનુભવીને ઇરાદાપૂર્વક બીજાને પહોંચાડે છે, આ વિધાન જો સાચું હોય, તે અવશ્ય આપણે આગળ પણ આટલું કબૂલ કરવું પડે કે, પોતાને કલાકૃતિ મનાવતાં બધાં નવલો, વાર્તાઓ, નાટકો, ‘કોમેડી’, ચિત્રો, પૂતળાં, ગાયન-વાદનો, નાનાં મોટાં આપેરા, બૅલેટો, વગેરે બધું, કે જે આપણામાં (ઉપલા વર્ગોની) કળા કહેવાય છે, તેમાંના ભાગ્યે લાખમેા ભાગ કર્તાએ અનુભવેલી ઊર્મિમાંથી ઝરતા હોય છે; બાકીના બધા ભાગ કલાનાં માત્ર બનાવટી નકલિયાં જ હોય છે, કે જેમાં ઉછીતાપણું, અનુકરણ, અસરો, અને રસ, એ વસ્તુ લાગણીની છાપ કે તેના ચેપની. જગા લે છે.
ખરી કલાકૃતિઓ અને નકલિયાં વચ્ચેનું પ્રમાણ કેટલાય લાખમાં એક જેટલું કે તેથીય વધારે ઓછું હોય છે, તે નીચેની ગણતરી પરથી દેખાય એવું છે. મેં કયાક વાંચ્યું છે કે, એકલા પારીસમાં ૩૦,૦૦૦ ચિત્રકારો હશે. લગભગ તેટલા જ ઈંગ્લૅંડમાં, જર્મનીમાં અને રશિયા ઇટાલી તથા બીજાં નાનાં રાજ્યામાં મળીને, દરેકમાં હશે. એટલે કહો કે, યુરોપભરમાં કુલ અંદાજે ૧,૨૦,૦૦૦ ચિત્રકારો હશે. અને લગભગ તેટલી જ સંખ્યા સંગીતકારો ને સાહિત્યકારોની હશે. એમ કુલ ૩,૬૦,૦૦૦ જણ થયા. આ દરેક જણ વાર્ષિક ત્રણ કૃતિઓ રચે એમ ગણતાં, (જોકે તેમાંના કેટલાક તો દશ ને તેથી વધુ રચનારા છે. ), દર વર્ષે કલાકૃતિ કહેવાતી ચીજો દશ લાખ ઉપર નીપજે. તે હિસાબે ગયાં દશ વર્ષમાં કેટલી નીપજેલી ? અથવા, ઉપલા વર્ગની ખાસ-કળા આખી જનતાની આમ-કળાથી છૂટી પડી ગઈ ત્યારથી અત્યાર સુધીના બધા વખતમાં કેટલી બધી કૃતિઓ નીપજેલી ? ઉઘાડું છે કે કરોડો. પરંતુ કલાના બધા કદરદાનામાંથી કોણ આ બધી કલાભાસી કૃતિઓથી અસર પામ્યું છે? બધા મજૂરિયાત વર્ગો, કે જેમને આ કૃતિઓના કાંઈ ખ્યાલ પણ નથી, તેમને તો જવા દઈએ; પરંતુ ઉપલા વર્ગોના લોકો પણ તે બધીમાંથી હજારે એક પણ ન જાણી શકે, અને જે તેમણે જાણી હોય