________________
૧૨૮
આ કળા એટલે શું? કૃતિ અમૂલ્ય છે; બાકીની બધી કિંમત વગરની છે એટલું જ નહિ, તેથીય વધારે ખરાબ છે, કેમ કે તે સુરુચિને ઠગે છે ને બગાડે છે. અને છતાં, વિપરીત કે બહેર મારી ગયેલી કલાપ્રતીતિવાળા માણસને મન બાહ્યત: તે બધી જ સાવ સરખી છે!
આપણા સમાજમાં ખરી કલાકૃતિ પારખવાની મુશ્કેલી બીજી એક બીનાથી વધી પડે છે. તે એ કે, બેટી કૃતિઓનો બાહ્ય ગુણ, સારી કૃતિઓ કરતાં, ઘણી વખત, ખરાબ નહિ પણ સારો હોય છે : ઘણી વાર ખરી કૃતિ કરતાં નકલિયું વધારે અસરકારક, અને તેનો વિષય વધુ રસિક હોય છે. એટલે કોઈ માણસ બેમાં વિવેક શી રીતે કરે? એક ખરી કૃતિ, અને ઇરાદાપૂર્વક તેના અનુકરણમાં રચાયેલી લાખો નફ્લો - બેઉ બહારથી કોઈ ખાસ ફરકવાળાં હોતાં નથી; તેમાંથી પેલી ખરીને કોઈ શી રીતે શોધી કાઢે?
જેની રુચિ બગડી નથી એવા એક ગામડિયા ખેડૂતને માટે, ના-બગડેલા નાકવાળું પશુ જેમ જંગલમાં પડેલા હજારો પગેરુમાંથી પોતાને જોઈતું બરોબર પકડે છે તેની પેઠે, આ કામ સહેલું છે. પશુ અચૂક : પિતાને જોઈતું શોધી લે છે; એમ જ માણસ પણ કરી શકે, શરત એ કે, તેના કુદરતી ગુણો વિકૃત થયા હોવા ન જોઈએ. તો અચૂક તે હજારો ચીજોમાંથી પોતાને જોઈતી ખરી કલા-કૃતિને – એટલે કે, કલાકારે અનુભવેલી લાગણીને જેનાથી તેને ચેપ લાગશે તેને – વણી લેશે. પરંતુ જેમની રૂચિ તેમનાં શિક્ષણ અને જીવનપદ્ધતિથી વિકત બની છે, તેમનાથી એમ નહિ બની શકે. આ લેકની કલાગ્રહણેન્દ્રિય બહેર મારી જાય છે, એટલે ક્લાકૃતિઓને મૂલવવાને માટે, ચર્ચા અને અભ્યાસથી તેમણે દરવાવું જોઈએ, કે જે ચર્ચા ને અભ્યાસ એમને પૂરેપૂરાં ગૂંચવે છે. પરિણામે, આપણા સમાજમાં મોટા ભાગના લોકો ખરી લાકૃતિને નર્યા હડહડતાં નકલિયાંથી જુદી પારખવા માટે સાવ અશક્ત છે. લોકો કલાકોના કલાકો નવા કર્તાની કૃતિ સાંભળતા નાટકશાળા ને જલસા-ઘરમાં બેસે છે. પ્રખ્યાત આધુનિક નવલકારોની કથાઓ વાંચવાની, અને કાંઈક અગમ્ય