________________
કડવું છતાં સાચું ત્યારે આ છેઃ
૧૨૭ તે બધી તેઓ યાદ રાખી ન શકે. આ બધી કૃતિઓ કલાના વેશમાં દેખા દે છે, (ધનિક લોકોના નવરા આળસુ ટોળાના ખેલ-ગમત તરીકે કામ દે તે સિવાય,) કોઈની ઉપર તે કશી છાપ કે અસર પાડતી નથી, અને સાવ અલોપ થઈ જાય છે.
સામાન્ય રીતે, આના જવાબમાં એમ કહેવાય છે કે, અફળ પ્રયત્નોની આવડી મોટી સંખ્યા વગર આપણને ખરી કલાકૃતિઓ ન સાંપડે. પણ આ રદિયો તો કોના જેવો થયો ? એક ભઠિયારાને તેની ખરાબ પાઉરોટી માટે ઠપકો આપીએ તે સામે એ એમ કહે કે, સેંકડો રોટી બગડે નહિ તો સારી સીઝેલી રોટી ન મળી શકે! એ વાત ખરી છે કે, સેનું હોય ત્યાં સાથે રેતીય ઘણી હોય છે; પરંતુ કાંઈક ડાહ્યા બે બોલ કહેવાને માટે, તેના ભેગી પાર વગરની મુર્ખતાભરી વાતો કરવી, એના કારણ રૂપે આ દલીલ ન ચાલી શકે.
કલામય ગણાતી કૃતિઓ ચારે કોરથી આપણને વીંટળાઈ વળી છે. હજારો કડીઓ, હજારો કાવ્યો, હજારો નવલો, હજારો નાટકો, હજારો ચિત્રો, હજારો ગાયન-વાદને, એક પછી એક આવ્યે જાય છે. બધી કડીઓ પ્રેમ કે પ્રકૃતિ કે કર્તાની મનોદશા વર્ણવે છે, અને બધીમાં પ્રાસ, લય વગેરેના નિયમો પળાય છે. બધાં નાટકો ઉમદા સિનસિનરી ને બીજા બધા ઠાઠમાઠથી ભજવાય છે અને સરસ કેળવાયેલ નટો તેમાં ઊતરે છે. બધી નવલો પ્રકરણવાર રચાય છે; બધી પ્રેમ વર્ણવે છે, અસરકારક પ્રસંગોવાળી હોય છે, અને જીવનની વિગત આપે છે. સંગીતની બધી ચીજોમાં અસ્તાયી, અંતરા, આરોહ અવરોહ વગેરે હોય છે; બધીમાં સૂરની મેળવણી અને સંવાદિતા સાધી હોય છે, ને તે બધીને ઉમદા ઉસ્તાદો ગાય-વગાડે છે. બધાં ચિત્રો સોનેરી ફ્રેમે મઢેલાં હોય છે, અને છટાથી ચહેરા અને તેમની સાથેની બીજી પરચૂરણ વિગતે બતાવે છે. પરંતુ વિધવિધ કલાશાખાઓની આ બધી કૃતિઓમાં, દર કલાશાખાએ, લાખમાં એકાદ તે બધીમાં સારી હોય છે એટલું જ નહિ, લાહીથી હીરો જુદો પડે તેમ, તેમાંથી એ નોખી તરી આવતી હોય છે. આવી એક જ