________________
૧૧૩
કળા એટલે શું?
...
મને કહેવામાં આવ્યું. એ અંક પૂરો મેં જોયો. જે પ્રશ્ન નક્કી કરવા હું થિયેટરમાં આવ્યા હતા, તે વિષે મારો મત પૂરો બંધાયો. મારા ઓળખાણની પેલી બાઈએ તેની નવલક્થામાંથી પેલા ઊડતા વાળવાળી કુમારિકાનું દૃશ્ય વાંચી સંભળાવેલું ને તે પરથી એ વિષે જેવા મત નક્કી થયેલા, તેવું જ અહીં પણ બન્યું. . . . પછી હું જવા ઇચ્છતા હતા, પરંતુ મારા સાથી-મિત્રોએ કહ્યુ કે, એક અંક પરથી મત ન બંધાઈ શકે, અને બીજા વધારે સારો ભજવાશે, માટે મારે રોકાવું. એ પરથી હું બીજો અંક બેઠા. . . પહેલું દૃશ્ય પૂરું કર્યું. જેમ તેમ કરીને બીજું દૃશ્ય પણ બેઠો. પણ પછીથી મારાથી ન જીરવાયું ને હું ત્યાંથી ભાગ્યો, ને તે એવી સૂગની લાગણીથી કે, તે હું હજી ભૂલી શકતા નથી !
•
આ ઑપેરા જોતી વખતે, આપેાઆપ, મને એક માનનીય, ડાહ્યા, ભણેલા, ગામઠી મજૂરના વિચાર આવ્યા. ખેડૂતોમાં એના જેવા ડાહ્યા ને ખરેખર ધર્મભાવનાવાળા અનેક લાકને હું ઓળખું છું, તેમાંના એ એક છે. તે દહાડે હું જે જોતા હતા તે જોવામાં એ હાય તો તેને કેવી ભયંકર મૂંઝવણ થાય, એની હું મારા મનમાં કલ્પના કરતા હતા.
આવા નાટક પર ખર્ચાયેલી બધી મહેનત-મજૂરી વિર્ષે તે જાણે, અને તેમાં ભજવાતી મૂર્ખતાઓને ધ્યાનપૂર્વક તથા શાંતિથી ~~~ લાગલાગટ પાંચ કલાક સુધી ! – જોતા ને સાંભળતા પ્રેક્ષકવર્ગના પેલા તાલ ને પળિયાંવાળા મેાટા મોટા લોકોને તે ભલા માણસ જુએ, (કે જેમને માન આપવાની તેને ટેવ પાડવામાં આવી છે,) તે તે શું વિચારે? પુખ્ત મજૂર નહિ, પણ સાત વર્ષ ઉપરનું બાળકેય આવી મૂર્ખ અસંગત પરીકથા જોવા રોકાય, એ ભાગ્યે જ કલ્પી શકાય એવી વાત છે.
અને છતાં એક જબરી મેાટી સંખ્યા, સુધરેલા ઉપલા વર્ગોનું ખમીર ગણાતા લોકો, આ ગાંડા નાટકમાં પાંચ કલાક બેસે છે અને * આગળ આવી ગયેલા આ ઉલ્લેખ—જીએ પ્રકરણ ૧૧, પા, ૮૮.
1