________________
કળા એટલે શું? બેમાંથી એક કૃતિમાં હોય છે, એટલે કલાની જે છાપ પડે છે તે તેમાંથી એકની, અને બીજી તો અણખી રહે છે, અને તેમાંય મહાકાવ્ય કે નાટય-કાવ્યનું સંગીત સાથે આવું જોડાણ કરવું એ તે એનાથીય ઓછું સંભવિત છે.
વળી કલા-સર્જનની એક મુખ્ય શરત એ છે કે, પહેલેથી વિચારી રાખેલી કોઈ પણ માગથી ક્લાકાર મુક્ત હોવો જોઈએ. પોતાની સંગીતકૃતિને બીજા ક્લાક્ષેત્રની કૃતિ જોડે જોગવવાની જરૂર એ એવી જાતનો પૂર્વ-સંકેત છે કે, સર્જનશક્તિને સંભવમાત્ર તે નાબૂદ કરે. તેથી હંમેશ એવું બને છે કે, આવા સંકેતથી જોગવાયેલી જોડાણ-કૃતિ કલાકૃતિઓ નથી હોતી ને હોય જ નહિ, પરંતુ મેલોડ્રામાના* સંગીત પેઠે, કે ચિત્રોનાં નામ યા પુસ્તકોનાં ચિત્રો કે પેરા નાટકની ચોપડીઓ પેઠે, તે માત્ર ક્લાની નક્લો જ હોય છે.
અને વૈશ્નરની કૃતિએ આવી છે. એનો પુરાવો વૅગ્નરના નવા સંગીતમાં મળે છે. દરેક સાચી કુલાકૃતિનું મુખ્ય લક્ષણ એ હોય છે કે તેમાં એવી અખંડ પરિપૂર્ણતા રહેલી હોય કે તેના રૂપમાં નાનામાં નાનો ફેરફાર કરાય તે આખી કૃતિના અર્થમાં ગરબડ પહોંચે. જેમ એક જીવતા પ્રાણીનું એકાદ અંગ, તેના જીવનને હાનિ કર્યા વગર, તેને સ્થાનેથી લઈને બીજે ક્યાંય ન મૂકી શકાય, તેમ કાવ્ય, નાટક, ચિત્ર, ગાયન-વાદન વગેરેની સાચી કલાકૃતિમાં એક રેખા, એક દૃશ્ય, એક પાત્ર, કે એક સ્વરનું સ્થાન, આખી કૃતિને અર્થ અચૂક કથાળી મૂક્યા વગર, આઘુંપાછું ન કરી શકાય. હરેક સાચી કલાકૃતિને આ જે ખાસ ગુણ, તે વૈશ્નરના નવા સંગીતમાં ખૂટે છે. . . .
પરંતુ, વૈશ્નર માત્ર સંગીતકાર જ નથી, તે કવિ પણ છે, યા બેઉ સાથે છે. તેથી તેને ન્યાય તોળવા તેનું કાવ્ય પણ જાણવું જોઈએ.
મેલડામા = ભવાઈ જેવો હલકે એક નાટકકાર.