________________
કલાભાસને આબાદ નમૂને
૧૧૩ પાડવા દે છે, ત્યાં હમેશ એમ બન્યું છે. વૅગ્નરની એવી ઈચ્છા છે કે, સંગીતકળાએ નાટયકળાને નમતું આપવું અને બેઉએ પુરબહાર પ્રગટવું જોઈએ! પણ એ તો બની ન શકે, કારણ કે દરેક સાચી કલાકૃતિ તેના કર્તાની અતિ નિકટની લાગણીઓનો આવિષ્કાર છે; તે લાગણીઓ તેની જ ખાસ છે અને તેને મળતું આવતું બીજું કશું હોતું નથી. સંગીત કે નાટકની ચીજ જો ખરેખર કલા હોય તો તે એવાં જ હોય છે. તેથી એક કલાશાખાની ચીજ બીજી કલાશાખાની ચીજને મળતી આવે તેને સારુ, અશકયતાએ શકય થવું જોઈએ: બે નોખાં કલાક્ષેત્રોની બે કૃતિઓ પૂરેપૂરી અસામાન્ય કે અદ્વિતીય ને અપૂર્વ હોવી જોઈએ, અને છતાં એકરૂપ બની શકે તેવી બરાબર એકસમાન હોવી જોઈએ!
પણ આ તો બની ન શકે. બે માણસો કે એક ઝાડનાં બે પાન પણ સરખાં ન હોઈ શકે, તો પછી સંગીત અને સાહિત્ય એ બે નોખી કલાશાખાઓની બે કૃતિઓ તદ્દન એકસમાન થાય, એ તો તેનાથીય વધુ ન બની શકનારી વાત થઈ. આમ છતાં જો તે એકરૂપ બને, તો બેમાંથી એક કલાકૃતિ હોય અને બીજી નકલી હોય અથવા બેઉ નકલી હોય. ઝાડનાં બે સાચાં પાન એકરૂપ ન હોઈ શકે, પણ બે બનાવટી પાન સરખાં હોય. અને એમ જ કલાકૃતિઓનુંય છે. તેઓ પૂરી એકરૂપ ત્યારે જ થઈ શકે, જયારે બેમાંથી એક કલા ન હોય, પણ બેઉ માત્ર ચાતુરીથી યોજેલા તેના આભાસ જ હોય.
ભજન, ગીત અને મધ્યયુગીન પ્રેમશૌર્યકથાઓમાં કાવ્ય અને સંગીત ભેગાં મળે છે, જોકે તેમાં પણ (વૈશ્નર ઇચ્છે છે તેમ) કાવ્યની લીટી ફરે તેની કેડે સંગીત ફરતું નથી, પણ સંગીત અને કાવ્ય મન ઉપર માત્ર એકસરખી અસર પાડે છે એટલું જ. તે પ્રમાણે કાવ્ય ને સંગીત ભેગાં થાય છે તેનું કારણ એ છે કે, અમુક અંશે, ગીતકાવ્ય અને સંગીત બેઉને હેતુ એકસરખો છે કે, અમુક મનોદશા ઉપજાવવી, અને એ બે વડે પેદા કરાતી મનોદશા ઓછેવત્તે અંશે મળતી આવે છે. પરંતુ આવી રીતે સધાતાં જોડાણોમાં પણ તેમનું ગુરુત્વબિંદુ હમેશ કે-૮