________________
કલાભાસને આબાદ નમૂને
૧૧૫ આ કાવ્ય એટલે સંગીતે જેને નમતું આપી મદદ કરવાની રહે છે તે જ પેલી વૅગ્નરની મુખ્ય કાવ્યકૃતિ “નિબેલંજન રિંગ; એણે આપણા જમાનામાં એટલું બધું ભારે મહત્ત્વ મેળવ્યું છે ને હૉલમાં કલા કહેવાતા ઉપર એની એવી તો અસર છે કે, તે શું છે એને થોડો ખ્યાલ દરેકને માટે જરૂરી છે. તેના ચારે ભાગ હું કાળજીથી જોઈ ગયો છું ને તેનો ટૂંકો સાર કાઢી પુરવણીમાં* આપ્યો છે. ઉત્તમ તો એ કે, વાચકે તે કાવ્ય જ જોવું પણ તે નહિ તે આ મારો સાર તો તે જુએ એવી મારી ભારપૂર્વક સલાહ છે; તો એને આ અસાધારણ કૃતિનો ખ્યાલ આવશે. તે નકલી કલાભાસને એવો તે આખો નમૂને છે કે, તે હાંસીપાત્ર પણ બને.
પણ એમ કહેવામાં આવે છે કે, વૅગ્નરની કૃતિઓને રંગભૂમિ પર ભજવાતી જોયા વિના તેમને ન્યાય આપવો અસંભવ છે. આ નાટકનો “બીજો દિવસ” તેના સારામાં સારો ભાગ છે એમ મને કહેવામાં આવ્યું. ગયા શિયાળામાં મોસ્કોમાં તે ભજવાયો ત્યારે હું તે જોવા ગયો.
તેની આલેશાન નાટયશાળામાં હું પહોંચ્યો ત્યારે નીચેથી ઉપર સુધી કયારની તે ઠઠ ભરાઈ ચૂકી હતી. પ્રેક્ષકોમાં ગ્રેન્ડ ડયૂકો (મોટામાં મોટા દરજજાન ઉમરાવો) અને ઉમરાવ-વર્ગ, વેપારી-વર્ગ વિદ્વાન-વર્ગ અને મધ્યમવર્ગી અમલદાર-જનતાના સૌથી ઉપલા લોકો હતા. ઘણાખરાના હાથમાં નાટકની ચોપડી હતી, તે વડે તેઓ તેનો અર્થ પામવા મથતા હતા. સંગીતવિદો – કેટલાક તો ધોળા વાળ થયેલા મોટેરા લોકો
– હાથમાં સંગીતની સ્વરલિપિ-પોથી સાથે રાખી સંગીત સાંભળતા જતા હતા. આ કૃતિની ભજવણી એક મહત્ત્વનો બનાવ હતે, એ ઉઘાડું દેખાતું હતું.
હું જરા મોડો આવ્યો હતો. પરંતુ અંકનો ભજવાઈ ચૂકેલો નાને પ્રવેશક ખાસ મહત્ત્વને ન હોઈ, મેં ખાસ બેયું નહોતું, એમ
જ આ પ્રકરણને અંતે તે પુરવણને સાર ટૂંકાવીને આપ્યો છે તે જુઓ. –મ.