________________
૧૩
કલાભાસને આબાદ નમૂને
[ વૈશ્નરનું “નિબેલંજન રિંગ”]. આપણા મંડળના ને આપણા સમયના લોકો ખરી કળા પામવાની શક્તિ કેટલી હદ સુધી ખાઈ બેઠા છે, અને કળા જોડે જેને કશું જ મળતાપણું નથી એવી ચીજોને કળા તરીકે સ્વીકારવા ટેવાયા છે, તે જોવા માટે રીચર્ડ વૅગ્નરની કૃતિઓ ઉત્તમ દાખલો છે હમણાં હમણાં તે તે આપણી દૃષ્ટિમાં નવી જ ક્ષિતિજો પ્રગટ કરતી ઘણી સર્વોચ્ચ કળા તરીકે વધારે ને વધારે પંકાતી જાય છે. અને તે માત્ર જર્મનમાં જ નહિ પણ ફ્રેન્ચ અને અંગ્રેજોમાંય!
વૅગ્નરના સંગીતની ખાસિયત જાણીતી છે; અને તે એ કે, સંગીતે કાવ્યકૃતિની બધી છાયાઓ વ્યક્ત કરી, કવિતાને મદદ કરવી જોઈએ, એમ તે માનતો.
(આને આધારે) તે ઑપેરા (એટલે કે સંગીતયુક્ત નાટક ) ને સુધારવા ઇચ્છે છે; અર્થાત્ કાવ્યની ગરજ પ્રમાણે સંગીતને નમતું થવા દઈ તેની જોડે એક કરવા ચાહે છે. પરંતુ દરેક કલાને પોતાનું ચોકસ અમુક ક્ષેત્ર હોય છે, જે બીજી કલાઓનાં ક્ષેત્રો જોડે એકરૂપ નથી હોતું, પણ તેમને માત્ર સ્પર્શે છે એટલું જ. એટલે અનેક કળાની વાત છોડે, પણ નાટય અને સંગીત એ બે જ કળાઓના આવિષ્કારોને એક પૂર્ણ કૃતિ તરીકે ભેગા કરાય, તો એક કળાની જરૂર પૂરી પાડવાનું બીજી કળા માટે અશકય બની જાય. અને સામાન્ય પેરામાં જયાં નાટયકલા સંગીતને નમતું આપે છે કે તેને પોતાની જગા પચાવી
૧૧૨