________________
૧૧૦
કળા એટલે શું? જોર કે ઘાંટાની માત્રા. સૂર જોઈએ તેનાથી વધારે ઊંચો નીચો ન હોય, એટલે કે, જોઈતા સ્વરનું અપાર બારીકમાં બારીક સ્થાન બરોબર પકડાય; તે સ્વર જોઈતી માત્રામાં જ લંબાવાય; અને ધ્વનિનું જોર કે ઘાંટો જોઈએ તેનાથી વત્તાઓછાં ન હોય; – આમ થાય ત્યારે જ સંગીતકૃતિ કલા બને, એટલે કે, તે શ્રેતાને ચેપી શકે. “પીચ”(ધ્વનિની કક્ષા) આમ કે તેમાં જરાય ડગે, માત્રામાં જરાસરખીય વધઘટ થાય, કે જોઈએ તેનાથી ધ્વનિનું જોર જરા પણ વધે કે નબળું પડે તો તે સંગીતની પરિપૂર્ણતાને નાબૂદ કરે અને પરિણામે કૃતિની ચેપશક્તિ હણાય. એટલે ગાયક જ્યારે સંગીતની પૂર્ણતા માટે જરૂરી એવી પેલી અપાર ઝીણી બાબતો પ્રાપ્ત કરે, ત્યારે જ સાદી અને તદ્દન સુલભ દેખાતી, સંગીતકળાની પેલી ચેપી લાગણી આપણને પહોંચે છે, અને એમ જ બીજી બધી કલાઓમાં છે : જરાક વધુ આછું, જરાક વધુ ઘેરું, જરાક વધુ ઊંચું કે નીચું યા જમણી બાજુ કે ડાબી બાજુ - એ ચિત્રકળામાં; જરાક નીચો કે ઊંચ અવાજ, જરાક જલદી કે ધીમે – એ નાટયકળામાં; જરાક કાંઈક છોડાય, વધારેપડતો ભાર અપાય કે અત્યુક્તિ થાય –એ કાવ્યમાં – આમ થાય કે તે તે કલાની ચેપશક્તિ મારી જાય છે. જયારે કલાકાર કલાના પ્રાણરૂપ એવી આ અપાર ઝીણી બાબતો પ્રાપ્ત કરે, ત્યારે જ અને તેટલી જ તેનામાં ચેપ-શક્તિ આવે છે. અને બાહ્ય સાધનોથી આ અપાર ઝીણી બાબતે મેળવવાનું લોકોને શીખવવું એ તદ્દન અસંભવ છે; એ બારીકાઈઓ તે ત્યારે જ પામી શકાય કે જ્યારે માણસ પોતાની લાગણીને કે ભાવનાને વશ થયો હોય. નર્તક સંગીતની સાચી નાડ બરોબર પકડે, કે ગાયક વાદક પોતાના સ્વરનું બારીક સ્થાન બરોબર લાવે, કે ચિત્રકાર શક્ય તેટલી બધી રેખાઓમાંથી પોતાની સાચી એવી એકમાત્ર રેખા રે, કે કવિ જોઈતા જ યોગ્ય શબ્દોની, પિતાની કૃતિમાં બરોબર યોગ્ય જે એક જગા, તે શોધી લે – આ કામ કોઈ શિક્ષણ તેમની પાસે ન કરાવી શકે. આ બધું માત્ર લાગણીથી જ સાંપડી શકે છે. તેથી કલા