________________
નકલીપણાનાં ત્રણ કારણે અને એમ જ નાટયકળાની શાળાઓમાં છે: પ્રખ્યાત મનાયેલા કરુણ નાટકના નટો જેમ છટાબંધ પોતાનું એકલ સંભાષણ બેલે તેમ બોલી જવાનું તે શાળાના વિદ્યાર્થીઓને શીખવાય છે.
તેવું જ સંગીતમાં થાય છે. સંગીતકળાનો આખો સિદ્ધાંત, પ્રમાણ માનેલા તેના આચાર્યોએ જે પદ્ધતિઓ અખતિયાર કરી, તેના અસંબદ્ધ પુનરાવર્તન સિવાય બીજું કાંઈ જ નથી.
રશિયન કલાકાર બ્રાઇલ કલા વિષે કરેલું એક તલસ્પર્શી વિધાન બીજી જગાએ મેં ઉતાર્યું છે, તેને અહીં પણ ઉતાર્યા વગર રહેવાનું નથી; કેમ કે, શાળાઓમાં શું શીખવી શકાય અને શું ન શીખવી શકાય એ બતાવવા માટે બીજો સારો દાખલો મળે એમ નથી. એક વિદ્યાર્થીના મનેયત્નને સુધારતાં બ્રાઇલોને થોડીક જગાએ જરા હાથ ચલાવ્યો, તેનાથી પેલો કંગાળ મુડદાલ મનોયત્ન લાગલો જ જીવંત બની ગયો ! આ જોઈને એક વિદ્યાર્થી કહે, “વાહ, તમે તે જરાક જ અડકયા અને આ તો તદ્દન બીજી જ ચીજ બની ગઈ !' બ્રાઇલોને જવાબ આપ્યો, “જયાં આગળ એ “જરાક’ શરૂ થાય છે ત્યાં કળા શરૂ થાય છે !” આ શબ્દોમાં બ્રાઇલોને કળાનું જે ખરેખર મોટામાં મોટું લક્ષણ છે તે બતાવ્યું છે. અને આ વિધાન બધી કળાઓને માટે સાચું છે; પરંતુ એની પાકી સત્યતા સંગીતમાં ખાસ જોવા મળે છે.
સંગીતની કૃતિ કલાત્મક થાય – તે કળા બને, એને અર્થ એ કે, તેમાં ચેપ-શક્તિ હોવી જોઈએ; તેને સારુ મુખ્ય ત્રણ શરતો પાળવી જોઈએ. સંગીતની પૂર્ણતા સારુ બીજી તે અનેક બાબતે જોઈએ; જેમ કે, એક સ્વરથી બીજા સ્વર ઉપર જવાનું રોકાઈને થાય કે ઘસીટથી ચાલુ રહે; ધ્વનિ સ્થિરતાથી વધવો ઘટવો જોઈએ; અમુક સ્વર એક જોડે મળે ને બીજા જોડે નહિ એવી સંવાદિ-વિસંવાદિતા જોવી જોઈએ, ધ્વનિમાં આ કે તે સૂર હોવો જોઈએ; અને તે ઉપરાંત બીજું અનેક. પરંતુ ત્રણ મુખ્ય બાબતો તે આ છે:– પીચ (કક્ષા), લય, સૂરનું