________________
નકલીપણનાં ત્રણ કારણે
૧૦૭ છે, અને બિથોવન બહેરો હતો ત્યારે તેણે કલાનિર્માણને માટે જે અધક્યરા આવા પ્રયત્નો કરેલા તેની નકલ કરનારાનાં ઝુંડ નીકળી આવે છે. - પછી વૅગ્નર આવે છે. શરૂમાં તે પોતાના વિવેચનના લેખમાં બિથોવનને આ જ અંતિમ કલા-યુગ વખાણે છે ! તે આ લેખથી બિથોવનના આ સંગીતને અને શોપનહોરના સંગીતક્લાવાદને એકસાથે સાંધી આપે છે. શોપેનહારનો વાદ એમ છે કે, સંગીત એ ઇચ્છા કે સંક૯૫શક્તિનું વ્યંજન કે આવિષ્કાર છે; જુદી જુદી ભૂમિકામાં ઇચ્છાશક્તિનાં જે અલગ અલગ બાહ્ય ને સ્કૂલ રૂપે પ્રગટ થાય છે તેનો આવિષ્કાર નહિ, પરંતુ સંક૯પશક્તિના અર્કને જ તે આવિષ્કાર છે. ત્યારે આ સંગીતવાદ પોતે જ બિથોવનના પેલા સંગીત જેવો બેહૂદો છે. પરંતુ એમ તેની જોડે સંબંધ બતાવીને વૅગ્ન પછી આ વાદને આધારે પોતાનું સંગીત રચે છે, અને તેમાં વળી વધુ ભૂલભરેલી પદ્ધતિ એ લે છે કે, તે બધી કલાશાખાઓને તેમાં ભેગી કરે છે.
વૈશ્નર પછી વળી નવા નકલકારો આવે છે ને કળાતત્ત્વથી વળી વધારે આડા ફંટાય જાય છે; જેવા કે બ્રામ્સ, રીચર્ડ સ્ટ્રૉસ, વગેરે.
એટલે ત્યારે, વિવેચનનાં આવાં પરિણામ છે. પરંતુ કલામાં વિપરીતતાની ત્રીજી શરત – કલાશિક્ષણની શાળાઓ, એ તો વિવેચન કરતાંય હજી ચડે એવી નુક્સાનકારક છે.
કલા આખી પ્રજાને માટે નહિ પણ ધનિક વર્ગને માટે જ થઈ તેની સાથે જ તે એક ધંધો બની. અને તે ધંધો બની, તેની સાથે જ તેને શીખવવાની પદ્ધતિઓ યોજાઈ; કલાનો ધંધો પસંદ કરનારા લોકો આ પદ્ધતિઓને શીખવા લાગ્યા અને આ રીતે કલાની ધંધાદારી નિશાળો જન્મી. પબ્લિક સ્કૂલમાં છટાદાર ભાષા અને વકતૃત્વ તથા સાહિત્યના વર્ગો જાગ્યા; ચિત્રશાળાઓ, સંગીતવિદ્યાલયો ને નાટયક્લાની પણ શાળાઓ થઈ.
આ શાળાઓમાં કળા શીખવાય છે! પરંતુ કલા એટલે કલાકારે પોતે ખાસ અનુભવેલી લાગણી બીજાઓને પહોંચાધ્વી તે. આને શાળાઓમાં શી રીતે શીખવી શકાય ?