________________
નકલીપણાનાં ત્રણ કારણેા
૧૦૫
-
કે,
મગજનું ઠંડું, ખાલી પીંજણ જ છે; અને તેને વિવેચકો વાહવાહ કહે છે, નમૂના તરીકે ધરે છે, એટલે તેની નકલો દેખા દેવા માંડે છે. જેવી સ્ટોન્સ્કીની ‘મિનીન’, એલેકસી ટૉલ્સ્ટૉયની ‘ઝાર બારિસ’. અને માલ વગરની નજીવી એવી નકલાની નકલા બધાં સાહિત્યામાં ભીડ કરી મૂકે છે. વિવેચકો જે મુખ્ય નુકસાન કરે છે તે આ કે, કળાથી ચેપાવાની તેમનામાં શક્તિ જ હોતી નથી; (અને આ તે બધાય વિવેચકોનું લક્ષણ હોય છે; કેમ કે, જો એવી શક્તિ તેમનામાં ખૂટતી ન હોત, તે અશકય એવું જે કલાકૃતિઓના અર્થ સમજાવવાનું કામ, તે કરવાને તેઓ મથી જ ન શકત;) અને ચેપાવાની શક્તિ ન હોવાથી, તે મગજમારીથી યાજી કાઢેલી નવી કલાકૃતિઓ તરફ પેાતાનું મોટા ભાગનું ધ્યાન આપે છે, અને તેમને વખાણે છે તથા અનુસરવા જેવા નમૂના તરીકે રજૂ કરે છે. સાહિત્યમાં જે તે ગ્રીક કરુણાન્ત નાટકકારોને, ડૅન્ટને, ટૅસ્સાને, મિલ્ટનને, શેકસપિયરને, અને ગેટેએ લખેલાં બધાં લખાણોને ભારે ખાતરીપૂર્વક વખાણે છે; હાલના નવા લેખકોમાં જે તેઓ ઝાલા અને ઇબ્સેનને ઊંચે ચડાવે છે; તથા સંગીતમાં જે તે બિથોવનના અંતિમ કાળને અને વૅગ્નરને વખાણે છે, – તેનું કારણ આ છે. ઠંડી મગજમારીના પીંજણથી શેાધેલી આ કલાકૃતિઓનાં પાતે કરેલાં વખાણાને વાજબી ઠરાવવા તે તદ્દન નવા કલાવાદો રચે છે; (પેલા પ્રખ્યાત સૌંદર્યવાદ એમાંના એક છે.) અને મંદબુદ્ધિ જ નહિ, બુદ્ધિશાળી લોકો પણ આ વાદાનું કડક પાલન કરી કૃતિ રચે છે; અને ઘણી વાર તેા સાચા ક્લાકારો પણ પોતાની સહજ પ્રતિભા ઉપર અત્યાચાર કરી તેમને વશ થાય છે.
ટીકાકારો જે જે ખાટી કલાકૃતિને વખાણે છે તે દરેક વડે કલાના દંભીઓનાં ટોળાંને કળાક્ષેત્રમાં ઘૂસવાનું એક એક દ્વાર મળી જાય છે. વિવેચકો આજે પણ પ્રાચીનામાં સાફોકલીસ, યુરિપિડીઝ, એસ્કાઇલસ, અને ખાસ કરીને ઍરિસ્ટોફેનીઝ - આ પ્રાચીન ગ્રીકોની, જંગલી તથા અશિષ્ટ અને ઘણી વાર આપણે માટે અર્થહીન, એવી કૃતિઓની સ્તુતિ ગાય છે; અને આધુનિકોમાં લેખકો તરીકે ડૅન્ટ, ટૅસ્સા, મિલ્ટન,