________________
૧૦૪
કળા એટલે શું? કહું છું –) “ઉત્તમ ઉછેરના લોકના નિર્ણયો”માંથી, એટલે કે, ભણેલા ગણાતા લોક જે ઠરાવે તે પરથી મળે છે એટલું જ માત્ર નહિ, તેવા નિર્ણયોની પ્રણાલીમાંથી પણ મળે છે. આ પ્રણાલી અતિ ભ્રામક હોષ છે; કેમ કે, ઉત્તમ ઉછેરના” લોકના મતો ઘણી વાર ભૂલભરેલા હોય છે; અને એ કારણે પણ કે, એક વારના સાચા નિર્ણયો કાલાન્તરે તેવા મટી જાય છે. પરંતુ, પોતાના નિર્ણયો બાંધવાને માટે વિવેચકો પાસે કસોટીનો કશો પાયો હોતો નથી, એટલે તેઓ કદી પોતાની રૂઢ પ્રણાલીઓ ફરી ફરી ઠેકયે રાખ્યા વગર રહેતા નથી. પ્રાચીન (ગ્રીક રોમન ઇ૦) કરુણાન્ત નાટકકારો એક કાળે સારા ગણાતા, તેથી વિવેચન હજી સુધી તેમને સારા ગણે છે. ડેન્ટે મહાકવિ, રાફેલ મહાચિત્રકાર, બાક મહાસંગીતકાર ગણાતા અને કલામાં સારાસારવિવેકના પોતાના ધોરણ વગરના વિવેચકો આ ક્લાકારોને મહાન ગણે છે એટલું જ નહિ, પરંતુ તેમની બધી જ કૃતિઓને સ્તુતિપાત્ર અને અનુકરણીય માને છે. વિવેચને ખડાં કરેલાં આવાં પ્રમાણથી કળામાં જેટલી વિપરીતતા પેઠી છે અને હજી પેસે છે, તેટલી બીજા કશાથી નથી આવી અને હજી નથી આવતી. ખરો કલાકાર વર્તે તે પ્રમાણે, એક જણ પોતાના અનુભવની લાગણીને પોતાની ખાસ પદ્ધતિએ વ્યક્ત કરીને કલાકૃતિ પેદા કરે છે, ઘણાખરા લોક કલાકારની એ લાગણીથી ચેપાય છે અને તેની એ કલાકૃતિ જાણીતી થાય છે. પછી એ ક્લાકારની ચર્ચા કરતાં કલાવિવેચક કહે છે કે, એની કૃતિ ખરાબ નથી, છતાં એ કલાકાર ડેન્ટ કે શેકસપિયર કે ગેટે કે રાફેલ કે (તેના છેલ્લા કાળમાં જેવો હતો તેવા) બિથોવન જેવો નથી. એટલે પેલો ઊગતો નવજુવાન ક્લાકાર પોતાની આગળ અનુરણને માટે ધરાતા તે કલાકારોની નકલ કરવા લાગે છે, અને પછી નબળી જ નહિ પણ ખોટી નકલિયા કલાકૃતિઓ જ પેદા કરે છે.
દાખલા તરીકે, આપણો પુશ્કિન લઘુ કાવ્યો (“ઇજેની ઓનેજિન', “ધ જિપ્સીઝ')ને કથાઓ લખે છે. તે બધાં ગુણમાં ઓછાવત્તાં છે, પરંતુ બધાં સાચી કળા છે. પણ પછી શેક્સપિયરને વખાણતા ખોટા વિવેચનની અસર તળે આવી તે “બોરિસ ગોડૂનોવલખે છે, કે જે