________________
નલીપણાનાં ત્રણ કારણેા
૧૦૩
જો કલાકૃતિ સારી હોય, તે કલાકારે તેમાં વ્યક્ત કરેલી લાગણી નીતિ-અનીતિ-મય જેવી હોય તેવી — પેાતાની મેળે બીજા લોકોને પહોંચે છે. એમ તેની લાગણી જો બીજાને પહોંચે, તે તે તેને અનુભવે જ; એટલે પછી વિવેચકની બધી સમજૂતી નકામી છે. જો કૃતિ લોકોને ચેપે નહિ, તો પછી કોઈ પણ સમજૂતી તેને ચેપક કરી નહિ શકે. (ખરા) કલાકારની કૃતિનો અર્થ – એ તા ન સમજાવી શકાય એવી વસ્તુ છે. જે અર્થ પહોંચાડવા તેણે ઇચ્છયું હાય તેને જો શબ્દોમાં સમજાવવું બની શકત, તો કલાકાર પેાતે જ તેને શબ્દોમાં વ્યક્ત કરત. તેણે તે વસ્તુને પોતાની કળાથી વ્યક્ત કરી તે એટલા જ માટે કે, તેના અનુભવની લાગણી બીજી કોઈ રીતે વહન થઈ શકે એવી જ નહોતી. શબ્દોથી કલાકૃતિઓના અર્થ કાઢી આપવા એ એટલું જ બતાવે છે કે, તેમ કરનારો અર્થકાર પોતે જ કળાથી ચેપાવા માટે અશક્ત છે. અને વસ્તુત: પણ એમ જ છે; કેમ કે, ગમે તેવી વિચિત્ર લાગે છતાં વાત એમ છે કે, કલાથી ચેપાવાની શક્તિમાં વિવેચકો હમેશ બીજા લોકોથી ઊતરતા હોય છે. ઘણે ભાગે તેઓ શક્તિશાળી, ચતુર અને ભણેલા લેખકો હોય છે; પરંતુ કળાથી ચેપાવાની તેમની તાકાત તદ્દન વિકૃત કે સાવ બૂઠી થઈ ગયેલી હોય છે. તેથી કરીને, તેમનાં લખાણ વાંચનારી ને તેમાં વિશ્વાસ કરનારી જનતાની રુચિ બગાડવામાં હમેશ તેમણે ઘણા ફાળા આપ્યા છે અને હજી આપે છે.
જે સમાજોમાં કળા અખંડ અવિભક્ત છે, અને તેથી કરીને જ્યાં તેની કદર સમસ્ત પ્રજાની સર્વસાધારણ ધાર્મિક જીવનદૃષ્ટિથી થાય છે, તે સમાજોમાં કલાવિવેચન નહાતું, ન હાઈ શકતું અને ન હોઈશકે. પાતાના સમયની ધર્મભાવના નહિ સ્વીકારનાર એવા ઉપલા વર્ગોની કળા ઉપર જ કલાવિવેચન જન્મ્યું અને જન્મી શકયું.
સાર્વભૌમ કળાને ચાકસ અને નિ:શંક એવી પાતાની આંતરિક કસેાટી હોય છે—ધર્મપ્રતીતિની, ધર્મદૃષ્ટિની. ઉપલા વર્ગની કળામાં આ ખૂટતી હોય છે, અને તેથી તે કળાના કદરદાને ને કોક બાહ્ય કસોટીને વળગવું પડે છે. અને તે તેમને (એક અંગ્રેજ કલામીમાંસકના શબ્દોમાં