________________
કળા એટલે શું?
કોઈ શાળા માણસમાં લાગણી જગવી ન શકે; અને તેને વ્યક્ત કરવાને માટે જે એક પદ્ધતિ, કે જે કલાકારને જ સ્વાભાવિક હોય છે, તેને તા તેથીય છે અંશે શીખવી શકે. પરંતુ કલાનું રહસ્ય આ વસ્તુઓમાં રહેલું છે.
આ શાળાઓ જે એકમાત્ર વસ્તુ શીખવી શકે તે એ કે, બીજા કલાકારોએ પોતે અનુભવેલી લાગણીઓને જે રીતે વહન કરી, તે રીતે તેમને વહન કરવા માટે શું કરવું. અને કલાની ધંધાદારી શાળાઓ જે શીખવે છે તે આ જ. અને આવું શિક્ષણ ખરી કલાના પ્રચારને મદદ કરતું નથી, પરંતુ કલાનાં નકલિયાંના પ્રચાર કરવા દ્વારા તે ખરી કળા સમજવાની લોકોની શક્તિને જેવી હરી લે છે, તેવી બીજા કશાથી નથી હરાતી.
૧૦૮
સાહિત્ય-કળામાં લોકોને શીખવાય છે કે, પેાતાને કહેવા જેવું લાગે એવું કાંઈ પાસે ન હોવા છતાં, જેને પોતે કદી વિચારે ન કર્યા હાય એવા વિષય ઉપર, અનેક પાનાં કેવી રીતે લખવાં, અને વળી એવાં લખવાં કે જેથી પ્રતિષ્ઠિતમાં ખપેલા લેખકની કૃતિને તે લખાણ મળતું આવે. શાળાઓમાં આ શીખવાય છે.
ચિત્રશાળાઓમાં મુખ્યત્વે સામે આપેલાં મૂળચિત્રો કે સામે મૂકેલા નમૂના ઉપરથી દારતાં ને રંગતાં શીખવાનું હોય છે, જેમાં નગ્ન શરીર ખાસ હોય છે. ( પણ નગ્ન શરીર એવી વસ્તુ છે, કે જે કદી જોવામાં આવતી નથી, એટલે ખરી કળામાં રોકાયેલા માણસને ભાગ્યે જ તે ચીતરવું * પડે છે. ) ઉપરાંત પૂર્વના ચિત્રણાચાર્યો જેવી રીતે આલેખતા કે રંગતા, તે પણ શીખવાનું હોય છે. અને નવાં ચિત્ર નિર્માણ કરવાનું શીખવવાની રીત એ હોય છે કે, પૂર્વના પંકાઈ ચૂકેલા કલાકારોના વસ્તુ-વિષયને મળતા વિષયા વિદ્યાર્થીઓને ચીતરવાને માટે આપવા.
* મેં સાંભળ્યું છે કે, ચિત્રશાળામાં શીખવવાને માટે, નગ્ન શરીરને નમૂને મેળવવા સારુ, વેસ્યાને પૈસા આપી રાકવામાં આવે છે, ને ચિત્રના વિદ્યાર્થીએ એ રીતે કામ કરે છે. મ.