________________
કળા એટલે શું? શેક્સપિયરને; ચિત્રકળામાં રાફેલના બધા કામને અને લાસ્ટ જજમેન્ટ, જેવા બેહૂદા ચિત્ર સુધ્ધાંનાં માઇકલ ઍજેલોના બધા કામને; અને સંગીતમાં આખો બાક, અને તેના અંતિમ કાળ સુધ્ધાંના આખા બિવનને;– વખાણે છે. આજે લેખકોમાં ઇબ્સને ને મેટરલિકો ને વને ને માલાર્મીઓ ને યુવીસ દ ચેવની ને લિંગરો ને બોકલીને ને સ્ટક ને નીડરો; અને સંગીતમાં વૈશ્નર ને લીઝટો ને બલિઓઝો, ને બ્રામ્યો ને રીચર્ડ સ્ટ્રૉસે વગેરે, તથા આ બધા નકલકારોના નકામા નકલિયાઓ જે થોકબંધ પાક્યા છે, – તે બધું ક્લાવિવેચકોનાં ઉપરનાં વખાણોને આભારી છે.
વિવેચનની આવી નુકસાનકારક અસરના એક સારા દૃષ્ટાંત તરીકે બિથોવનનો તેની સાથેનો સંબંધ લો. પિતાની કૃતિઓને ઉપાડ જોઈ તેની માગ પ્રમાણે એણે અસંખ્ય કૃતિઓ ઉતાવળમાં રચી કાઢી છે, તેમનું બાહ્ય રૂપ કૃત્રિમતાભર્યું હોય છે; છતાં તેમાં સાચી કળાકૃતિએ છે. પણ પછી તે બહેરો થાય છે, સાંભળી શકતો નથી, અને નવી યોજી કાઢેલી અને કાચીપાકી કૃતિઓ રચવા લાગે છે. મને ખબર છે કે, ગાયકો ધ્વનિની તાદૃશ કલ્પના કરી શકે છે, અને પોતે જે વાંચે તે લગભગ જાણે સાંભળી શકે છે. પરંતુ કાલ્પનિક ધ્વનિ અને સાચા ધ્વનિ કદી એક્સરખા ન હોઈ શકે, અને દરેક સંગીતકારે પોતાની કૃતિને પરિપૂર્ણ કરવા માટે તેને જાતે સાંભળવી જોઈએ. પણ બિથોવન સાંભળી શકતો નહિ, એટલે પોતાની કૃતિને પરિપૂર્ણ કરી શકતો નહિ; તેથી કરીને તેણે જે કૃતિઓ પ્રસિદ્ધ કરી તે કલાકીય બડબડાટ કે લવારો છે. પરંતુ વિવેચન-જગતે એક વાર એને એક મહાન સંગીતકાર તરીકે ગણ્યો, એટલે આવી કાચી અધકચરી કૃતિઓને પણ તે ખાસ ઉછાળાભેર ઝડપી લે છે, અને તેમાં અસાધારણ સુંદર વાતની શોધ કરવા લાગે છે. અને આવી તેની સ્તુતિઓનું સમર્થન કરવા, વિવેચકો સંગીતકલાનો અર્થ જ વિપરીત કરે છે, અને સંગીત જે ન વર્ણવી શકે તે પણ વર્ણવવાનો તેમાં ગુણ આરોપે છે. એટલે પછી નકલિયાઓ દેખા દે