________________
કળા એટલે શું? છે કે, તેમને સમજવા માટે સમસ્યાઓની પેઠે અનુમાનથી કામ લેવું પડે, અને આવી અનુમાનક્રિયા મા પાડે છે, અને એ લાગણી જાણે કળામાંથી મળી એવો આભાસ ઉત્પન્ન કરે છે.
અમુક કલાકૃતિ કાવ્યમય છે, કે તાદૃશ યા વાસ્તવિક છે, કે આશ્ચર્યકારક છે, કે રસિક છે, તેથી તે બહુ સારી છે – આમ ઘણી વાર કહેવાય છે. પરંતુ કલાની ઉત્તમતાનું ધોરણ એમાંના પહેલા કે બીજા કે ત્રીજા કે ચોથા એકે લક્ષણમાંથી નથી મળતું, એટલું જ નહિ, કલા સાથે એમને કશી વાતે મળતાપણું પણ નથી.
કાવ્યમય’– એટલે ઉછીનું. ઉછીનું લીધેલું બધું વાચક-પ્રેક્ષક-કે -શ્રોતામાં પૂર્વની કલાકૃતિઓમાંથી મેળવેલી ક્લાકીય છાપનું કાંઈક ઝાંખું સંસ્મરણ તાજું કરે છે. દા. ત., ગેટેના “ફૉસ્ટ માંથી કાંઈક લઈને રચેલી એક કૃતિ બહુ સારી થઈ હોય, તેમાં ભરપૂર ચાતુરી અને દરેક ભાતની સુંદરતા હોય, પરંતુ તેમાં કલાકૃતિનું જે મુખ્ય લક્ષણ તે જ ખૂટે છે : તેમાં પરિપૂર્ણતા, એક-અખંડતા નથી; કલાકારના અનુભવની લાગણી નિરૂપતું વસ્તુ અને તેનું બાહ્ય રૂપ (તેના ભાવ અને વિભાવ) એ બે વચ્ચે અતૂટ સંયોગ નથી; આથી કરીને તે “ઉછીતિયું” ખરેખરી કલા-છાપ પાડી ન શકે. આ પદ્ધતિ કામમાં લઈને કલાકાર પૂર્વની કલાકૃતિમાંથી પોતાને મળેલી લાગણીને માત્ર વહન કરે છે. તેથી કરીને, આખા વિષયો ઉપાડ્યા હોય કે અમુક દૃશ્યો, પ્રસંગો કે વર્ણન લીધાં હોય, પણ એવું દરેક “ઉછીતિયું” કળાનું પ્રતિબિંબ કે તેની નકલ જ છે, ખુદ કળા પોતે તે નથી. તેથી કરીને, અમુક કૃતિ કાવ્યમય છે,-એટલે કે, અમુક કલાકૃતિને મળતી આવે છે, માટે તે સારી છે એમ કહેવું, એ એના જેવું છે કે, અમુક સિક્કો ખરા નાણાને મળતો આવે છે માટે ખરો છે!
કલાને ગુણ માપવાને માટે ગજ તરીકે અનુકરણ કે તાદૃશ વાસ્તવતાને ઘણા લોક માને છે; પરંતુ “કાવ્યમયતા’ પેઠે તે પણ કામ