________________
૧૦૦
કળા એટલે શું? ચીજ રચે; બીજાની ચીજોમાંથી વસ્તુ લઈ, “કાઉન્ટર-પૉઇન્ટ” અને
ફક્યુગ” દ્વારા તેમાંથી પોતાનું કાંઈક એક નવું બનાવી લે; અથવા તો સૌથી સામાન્ય છે કે, તે કાલ્પનિક સંગીત રચે – એટલે કે, હાથે ચડે તે સ્વરસમૂહને પકડી લઈને, તેમ અધ્ધર મળી ગયેલા સ્વરોની હરેક રીતની આડાઅવળી ગોઠવણ કરી તેમાંથી તોડાઓનો શણગાર રચી લે.
આમ કલાનાં બધાં ક્ષેત્રમાં, પહેલેથી યોજાયેલા તૈયાર નુસખા પ્રમાણે, તેની નકલો બનાવાય છે અને આ બધી નકલો આપણા ઉપલા વર્ગોની જનતા કલા તરીકે સ્વીકારે છે.
અને ખરી કલાકૃતિઓની જ્ઞાએ આ નકલિયાં પેઠાં એ, સાર્વભૌમ આમ-કલા અને ઉપલા વર્ગોની એકદેશી ખાસ-કળામાં પડેલ વિચ્છેદનું ત્રીજું અને સૌથી મહત્ત્વનું પરિણામ હતું.