________________
નવી કળાનું નકલીપણું
૯૫ સંગીતકળા સ્વભાવે જ એવી છે કે, તે નાડીઓ ઉપર તાત્કાલિક શારીરિક અસર કરે છે, તેમાં તો કલાની લાગણીને બદલે આવી અસરને અપાતું સ્થાન ખાસ જોવા મળે છે. પોતે અનુભવેલી લાગણી
ને ગીતની મધુરતાથી સામાને પહોંચાડવાને બદલે, નવીન શાખાનો સંગીતકાર સ્વરોને એકસાથે ને અંદરઅંદર ગૂંચવે છે, અને એક વાર તેમને તીવ્ર કે તાર કરીને તો વળી મંદ્ર કે કોમળ કરીને તે શ્રોતાઓ ઉપર એવી શારીરિક અસર ઉપજાવે છે, કે જે તેને સારુ, શોધાયેલ માપકયંત્રોથી* માપી શકાય છે. અને જનતા આ શારીરિક અસરને ભૂલથી કળા માને છે.
રસ પડે એમ કરવાની ચોથી પદ્ધતિને પણ ઘણી વાર ભૂલથી કળા મનાય છે. અમુક કાવ્ય કે નવલ કે ચિત્ર જ વિશે નહિ, અમુક સંગીતની ચીજ વિષે પણ ઘણી વાર એમ કહેવાતું સાંભળવામાં આવે છે કે, તે રસિક છે. આનો અર્થ શો ? કોઈ કલાકૃતિ રસિક છે એમ કહેવાનો અર્થ એ છે કે, આપણે તેમાંથી કોઈ નવી માહિતી મેળવીએ છીએ, અથવા તો તે કૃતિ પૂરી સમજાતી નથી ને મહેનતથી થોડે થોડે આપણે તેનો અર્થ પામીએ છીએ, અને આમ તેનો અર્થ અનુમાનતા જવાની પ્રક્રિયામાં આપણને અમુક જાતની રમૂજ કે મજા આવે છે. આ બેમાંથી એકેય બાબતના રસને કલાત્મક છાપ જોડે કાંઈ જ મળતાપણું નથી. કલાનો ઉદ્દેશ કલાકારના અનુભવની લાગણીથી લોકોને ચેપવાને છે. પરંતુ શ્રોતા-વાચક-કે-પ્રેક્ષકને કૃતિમાંથી મળતી નવી માહિતી પચાવવા માટે અથવા તો તેમાં મૂકેલા કોયડાના ઉકેલનાં અનુમાન કરવા માટે જે માનસિક શ્રમની જરૂર પડે છે, તે તેમાં વિક્ષેપ કરી, કલાની આવી છાપ કે લાગતા ચેપને રોકે છે. તેથી, કૃતિના રસને એક કલાકૃતિ તરીકેના
આ એક એવું યંત્ર છે કે જેમાં એક અતિ નાજુક સંય કે કાંટે હોય છે; હાથના સ્નાયુની ખેંચ કે તાણ પર આધાર રાખી, બારીક અસરને
ધી શકે એવો એ સૂક્ષમ કાંટે સ્નાયુ તથા નાડીઓ ઉપર સંગીતથી થતી શારીરિક અસરને બતાવે છે. - ટી.