________________
નવી કળાનું નક્કીપણું ,
૯૩ ન દઈ શકે : અનુકરણ એવો ગજ ન થઈ શકે. કેમ કે, કલાનું મુખ્ય લક્ષણ ક્લાકારે પોતે અનુભવેલી લાગણીઓ વડે બીજાઓને લાગતો ચેપ છે, અને લાગણીનો ચેપ કલાથી વહન થતી વસ્તુની મદદનીશ વિગતોના વર્ણનને એકરૂપ નથી એટલું જ નહિ, પરંતુ સામાન્ય રીતે એવું બને છે કે, વધારે પડતી નકામી વિગતોથી ઊલટો તેમાં અંતરાય આવે છે. કલાની છાપ ઝીલનારનું ધ્યાન આ બધી બારીકાઈથી નિહાળેલી વિગતો વડે આડું દોરાય છે, અને કદાચ લાગણી હયાત હોય તોપણ તેના વહનમાં તે વિગત વિક્ષેપ પાડે છે.
કલાકૃતિની તાદૃશતા કે વાસ્તવતાના માપ ઉપરથી, એટલે કે, તેમાં ઉતારેલી વિગતોના ચિતારની ચોક્કસતા ઉપરથી, કલાકૃતિ નાણવી, એ તો ખોરાકના બાહ્ય રૂપ ઉપરથી તેના પોષણ-ગુણનો કયાસ કાઢવા જેવું વિચિત્ર થાય. જયારે કોઈ કલાકૃતિને આપણે તેની વાસ્તવતા પ્રમાણે નાણીએ, ત્યારે આપણે એટલું જ દેખાડીએ છીએ કે, આપણે કલાકૃતિની નહિ, પણ તેની નકલ કે બનાવટની વાત કરીએ છીએ.
પહેલી બેની જેમ, કલાની નકલ કરવાની ત્રીજી પદ્ધતિ – અસર પાડે કે નવાઈ પમાડે એવી યુક્તિનો ઉપયોગ — તે પણ ખરી કળા નથી; કારણ કે, અસરકારકતા એટલે નવીનતા, અણધાર્યાપણું, પરસ્પરવિરોધી અંતિમ દ્રો, વિકરાળતા, એ બધાનો ઉપયોગ. આ બધાંથી કાંઈ લાગણી નથી વહાતી, પણ તેમના વડે જ્ઞાનતંતુઓ કે નાડીઓ ઉપર જ ક્રિયા થાય છે. ચિત્રકાર એક ખૂની ઘાને ઉમદા રીતે ચીતરે, તો તે ઘા જોવાથી મારા પર અસર થાય છે, પણ તે કળા નહિ બને. જબરા કોઈ વાઘ ઉપર એકાદ લાંબો સ્વર વગાડાય, તો તેથી નવાઈભરી છાપ પેદા થશે, કદાચ ઘણી વાર તે આંસુ પણ આણી દે, પણ તેમાં કશું સંગીત નથી, કારણ કે તેનાથી કોઈ પણ લાગણી કે ભાવ વહન થતાં નથી. છતાં આપણા મંડળના લોકો આવી શારીરિક અસરોને કળા સમજવાની સતત ભૂલ કરે છે, અને તે સંગીતમાં જ નહિ પણ કાવ્ય, ચિત્રણ, અને નાટકમાં પણ બને છે. એમ કહેવામાં આવે છે કે, કળા શિષ્ટ