________________
નવી કળાનું નકેલીપણું જેવાં ઝરવાં જોઈએ તેવાં બિલકુલ નહિ, પણ ઓચિંતા અણધાર્યાપણાથી નવાઈ પમાડે એવાં રાખવાં. આ રીતે ઉપરાંત સંગીતની સામાન્યમાં સામાન્ય અસરો – ખાસ કરીને ઑર્ગે સ્ટ્રા કે વાદ્યમંડળમાં, – અવાજના જોરથી નરી શારીરિક રીતે જ પેદા કરાય છે.*
ભિન્ન ભિન્ન કળાઓમાં ઉપયોગમાં લેવાતી રૂઢમાં રૂઢ કેટલીક અસરો આ પ્રકારની છે. પરંતુ એક અસર આમાં બાકી રહે છે, કે જે બધી કળાઓમાં સામાન્ય છે : તે એ કે, અમુક કલાપ્રકારથી વર્ણવવું કુદરતી હોય તેને બદલે તે બીજા પ્રકારથી સાધવું. દા. ત., સંગીતથી વર્ણન કરવા જવું (જેવું વૈશ્નર ને તેના ચેલાઓ “પ્રોગ્રામ’– સંગીત વડે કરે છે ); અથવા ચિત્રણ, નાટક કે કાવ્ય વડે અમુક મનોદશા નિપજાવવી (કે જે કરવાને આખી “ડિકેડન્ટ’ કળાનો હેતુ છે).
ચોથી પદ્ધતિ કલાકૃતિઓના સંબંધમાં રસ જમાવવાની (એટલે કે, તેમાં મનને ગરક કરી રાખવાની) છે. જેમ કે, અનેક પ્રવાહોવાળા મિશ્ર કથાનક કે વાતની ગૂંથણીનો રસ ઊભો કરવો. અત્યાર સુધી રસનિર્માણની આ રીત અંગ્રેજી નવલે અને ફ્રેન્ચ નાટકોમાં ઘણી વપરાતી; પણ હવે તે ફેશન નીકળતી જાય છે અને તેને બદલે તાદૃશ વાસ્તવવાદથી – એટલે કે, અમુક ઐતિહાસિક સમયના કે સમકાલીન જીવનની અમુક શાખાના વિગતવાર વર્ણનથી –કામ લેવાય છે. દા. ત., એક નવલકથામાં ઇજિપ્ત કે રોમનું જીવન, કે ખાણિયાઓનું જીવન, કે એક મોટી દુકાનના ગુમાસ્તાઓનું જીવન આલેખ્યું હોય. આવાં વર્ણનથી વાચકને રસ પડે છે, અને ભૂલથી આ રસને તે કળાની અસર માની બેસે છે. વળી કૃતિને રસ તેની નિરૂપણશૈલીથી જ ઊભો કરવામાં આવતો હોય; રસનિર્માણનો આ પ્રકાર હવે બહુ વપરાય છે. ગદ્ય અને પદ્ય, તથા ચિત્રો, નાટકો અને સંગીત એવી રીતે રચાય
યુરોપીય કળાઓને અંગેના આ કીમિયાને મળતા રસ્તા આપણે ત્યાંય જે છે તે વાંચકે ઘટાવી લેવા જોઈએ. મૂળ ટીકાવિધાન કે નિરૂપણ આપણે અહીં પણ સચોટ લાગુ પડે છે, એ સ્પષ્ટ છે. –મ