________________
કળા એટલે શું? સુકોમળ બની છે, પરંતુ અસરો પાડવા કેડે મંડવાથી ઊલટી તે ઘણી અશિષ્ટ ને બોથડ જેવી જડ બની છે. એક નવું નાટક બહાર પડે છે અને આખા યુરોપમાં તેની બોલબાલા ચાલે છે; જેમ કે (હૉપ્ટમેનનું) Hanneles Himmelfahrt. આ નાટકમાં લેખક પજવણીથી ત્રાસેલી એક બાળા પ્રત્યે પ્રેક્ષકોમાં દયાભાવ પ્રેરવા માગે છે. કલા દ્વારા આ ભાવ તેમનામાં ગવવાને માટે, લેખકે યા તો આ દયાભાવ એકાદ પાત્ર મારફતે એવી રીતે નિરૂપવો જાઈએ કે જેથી દરેક જણ ચેપાય, અથવા તો તેણે એ બાળાની લાગણીઓને બરાબર વર્ણવવી જોઈએ. પરંતુ તે આવું કાંઈ કરી શકતો નથી કે કરતો નથી અને બીજો જ રસ્તો પસંદ કરે છે. આ રસ્તો રંગભૂમિ ઉપર ઉતારવો ઘણો કઠણ છે, પણ લેખકને માટે સહેલો છે. લેખક એ છોકરીને રંગભૂમિ પર મારે છે; અને તેથી આગળ વધી, પ્રેક્ષકો ઉપર વધારે શારીરિક અસર પાડવા સારુ, નાટકશાળાની બત્તીઓ બંધ કરી પ્રેક્ષકોને અંધારું કરે છે; અને કારમાં ઉગભર્યા સંગીતના ધ્વનિની ભૂમિકા સાથે બતાવે છે કે, છોકરીનો પીધેલ બાપ કેવો તેની કેડે પડે છે ને તેને મારે છે. છોકરી હેબતાઈને પાછી પડે છે, ચીસો પાડે છે, ઊંહકા ભરે છે, અને આખરે ગબડી પડે છે. પછી દેવદૂતો આવે છે ને તેને લઈ જાય છે. અને આ બધું ચાલે છે તે દરમિયાન અમુક ઉત્તેજના અનુભવતા પ્રેક્ષકોને પૂરી ખાતરીથી લાગે છે કે, આ સાચી કળાની લાગણી છે. પરંતુ આવી ઉત્તેજનામાં કશું કલાત્મક નથી, કારણ કે એમાં એક માણસ પાસેથી બીજા માણસ ઉપર જતો ચેપ નથી, પરંતુ એમાં બીજાને માટે દયાની અને, આવા દુ:ખને ભોગ હું નથી, એવી આત્મધન્યતાની મિશ્ર લાગણી હોય છે: કોને મળતી? કે જેવી લાગણી આપણને દેહાંતદંડ અપાતે જોતાં થાય કે એમનોને તેમનાં* સરકસો જોતાં થતી હતી.
લૅડિયેટર કહેવાતા મલેનાં વંદ્વયુદ્ધોને ઉલેખ અહીં છે. એમાં હબસી લેકોને પ્રાણાંતક લડાવી, તેમના લોહીની છોળો ઊડતી જેવી ને મરણદુઃખ નિહાળવું, એ રિમોનું એક પ્રિય મનોરંજન હતું. – મ.