________________
કળા એટલે શું ? તેના ઉમદાપણા જોડે કશી લેવાદેવા નથી, એટલું જ નહિ પણ કલાત્મક છાપ પડવામાં મદદ કરવાને બદલે ઊલટો તે અંતરાય નાંખે છે,
એટલે, કલાકૃતિમાં આપણે કાવ્યમય, અને વાસ્તવ કે તાદૃશ, અને અસરકારક કે અજાયબ, અને રસિક હોય એવું મળી આવે; પરંતુ કળાની જે મુખ્ય આવશ્યકતા –કલાકારે અનુભવેલી લાગણી – તેનું સ્થાન આ વસ્તુઓ ન લઈ શકે. હમણાં ઉપલા વર્ગોની કળામાં, કલાકૃતિને નામે અપાતી ઘણીખરી એવી હોય છે, કે જે કળા જેવી માત્ર ભાસે છે અને કળાનું જે મુખ્ય લક્ષણ – કલાકારે પાતે અનુભવેલી લાગણી – તેનાથી વિહોણી હોય છે. અને પૈસાદારોનાં મનોરંજન સારુ, કલાન! કારીગરે થોકબંધ આવી ચીજો જાણૂકની રચ્ચે રાખે છે.
૩ ખરી કલાકૃતિ પેદા કરી શકવાને માટે માણસ પાસે ઘણી બાબતે જરૂરની છે. પોતાના કાળની સર્વોચ્ચ જીવનદૃષ્ટિની સપાટી ઉપર તે ઊભો હોવો જોઈએ; તેણે પોતે લાગણી અનુભવવી જોઈએ અને સામાને પહોંચાડવાની તેને ઇચ્છા અને શક્તિ હોવી જોઈએ; અને આ ઉપરાંત, કળાના કોઈ એક પ્રકારની એને આવડત હોવી જોઈએ. ખરી કળા નિર્માણ કરવાને માટે આ બધી આવશ્યક શરતો છે; પણ તે બધી એકસાથે ભાગ્યે જ એકઠી હોય છે. પરંતુ, ઉછીનું લેવું, અનુકરણ કરવું, અસરો કે ચમત્કૃતિ સાધવાના કીમિયા વાપરવા, અને રસિક કરવું, – એ ચાર રૂઢ રીતોની મદદથી, આપણા સમાજમાં કળામાં ખપતી ને સારી રીતે કમાણી કરી આપતી કળાની નકલો તો વગર અટકયે પેદા કર્યે રાખવા સારુ, કળાની કોઈ એક શાખાની આવડત જ માત્ર જોઈએ; અને એ તો ઘણી વાર મળી આવે એવી વસ્તુ છે. અહીં આવડત એટલે હું શાક્ત કહેવા માગું છું. જેમ કે, સાહિત્યિક કળામાં પોતાના વિચારો અને ખ્યાલને સહેલાઈથી કહેવાની અને ખાસ લાક્ષણિક વિગતો ધ્યાનમાં લેવાની અને યાદ રાખવાની શકિત; આલેખન કળાઓમાં, રેખાએ આકરો ને રંગો નિરનિરાળા પારખવાની અને તે યાદ રાખવાની શકિત; સંગીતમાં સ્વરોની