________________
નવી કળાનું નકલીપણું
[ કલાભાસના ચાર કીમિયા] વસ્તુ-વિષયમાં હમેશ કંગાળ ને કંગાળ તથા બાહ્ય સ્વરૂપમાં વધુ ને વધુ અગમ્ય થતાં થતાં, ઉપલા વર્ગની કળાની છેલ્લી કૃતિઓ તો કલાનાં બધાંય લક્ષણોને ખોઈ બેઠી છે અને તેમની જગાએ કલાની નકલો આવી ગઈ છે. સાર્વભૌમ કળાથી છૂટી પડવાને પરિણામે ઉપલા વર્ગોની કળા વસ્તુ-વિષયમાં કંગાળ થઈ અને બાહ્ય સ્વરૂપમાં બગડી – એટલે કે, વધુ ને વધુ અગમ્ય થઈ એટલું જ નહિ, પરંતુ વખત જતાં તે બિલકુલ કળા જ મટી ગઈ છે અને તેની જગા નકલી બનાવટોએ લીધી છે.
નીચેનાં કારણોથી આ પરિણામ આવ્યું છે:– સાર્વભૌમ કળા ત્યારે જ જન્મે છે, જ્યારે જનતાનો કોઈ અમુક માણસ અમુક ઊર્મિ તીવ્રતાપૂર્વક અનુભવે અને તેને બીજાઓને પહોંચાડવાની તેને અંતરમાં જરૂર લાગે. ત્યારે બીજી બાજુ જોતાં, ઉપલા વર્ગોની કળા કળાકારના આંતરિક ઉમળકાથી નહિ, પણ મુખ્યત્વે એથી કરીને જન્મે છે કે, ઉપલા વર્ગના લોકોમાં મજા કે આનંદની માગ હોય છે અને તેને સારુ તેઓ પૈસા આપે છે, કળા પાસે તેઓ પોતાને આનંદાયી લાગણીઓનું વહન માગે છે, અને એ માંગને પહોંચી વળવા કલાકારો મળે છે. પણ એ ઘણું અઘરું કામ છે; કારણ કે, આળસ અને એશઆરામમાં જીવન ગાળતા ઉપલા વર્ગોના લોકો પોતાના મનને કળાથી બહલાવવા સતત ઇચ્છા કર્યા કરે છે, અને કળા-હલકામાં હલકી પણ -એ એવી વસ્તુ છે કે, તે મરજી મુજબ પેદા કરી શકાતી નથી; કલા