________________
નવી કળાની અગણ્યતા
૮૫
ઉપરાંત એ તે પોતાના વાંક સામાને ગળે ભરવવા જેવું પાડાને વાંકે પખાલીને ડામવા જેવું છે! માંદા તે પોતે હોય, પથારીવશ સામાને કરવા જેવી એ વાત છે!
-
66
""
વૉલ્ટરનું વાકય છે કે “ થકાવણી — કંટાળાભરી શૈલી સિવાયની બધી શૈલી સારી. પરંતુ કળા માટે તે તેથી કયાંય વધુ વાજબી રીતે એ વિધાન લાગુ કરી શકાય કે, ન સમજાય કે ધારી અસર કરવામાં નિષ્ફળ જાય તે સિવાયની બધી શૈલી સારી. કેમ કે, જે હેતુ સાધવા એક વસ્તુ ઇચ્છતી હોય તેને જ સાધવામાં એ જો નિષ્ફળ જાય, તે એ વસ્તુની કિંમત શી ?
સૌથી પહેલી તો એ વસ્તુ ધ્યાનમાં લે કે, દુરસ્ત મનના કોઈ માણસને કળા ન સમજાય એવી હોય અને છતાં તે કળા હોય એવું વિધાન તમે એક વાર જો કબૂલ રાખો, તો તો પછી વિકૃત લોકોનું અમુક મંડળ પોતાની લાગણીને ગલગલિયાં કરાવે અને પોતાના સિવાય કોઈને ન સમજાય એવી ક્લાકૃતિઓ રચે અને તેમને કલા કહે, તે એની સામે ધરવા જેવું તમારી પાસે કશું કારણ રહેતું નથી. અને કહેવાતા ‘ ડિકેડન્ટ ’ લાક ખરેખર આમ જ વર્તે પણ છે !
એક મોટા વર્તુલના પાયા ઉપર શંકુ બને તેમ, બીજાં નાનાં નાનાં વર્તુલા, ઉતરડની પેઠે, ગાઠવતા જાઓ, તો એમ બનતા શંકુને શિખરે મુદ્દલ વર્તુલ જ નહિ રહે.* ક્લાએ જે દિશા પકડી છે, તેને આવી ઉતરડની ઉપમા આપી શકાય: આપણા સમયની કલાનું આવું થયું છે.
* તે એક બિંદુ જ ખની રહે. –મ.