________________
કળા એટલે શું? ભાષામાં ઉતારેલી જોસેફની વાર્તા ચીનાને અસર કરે છે. શાકયમુનિ બુદ્ધની વાર્તા આપણને સ્પર્શે છે. અને તેવી જ શક્તિવાળાં મકાનો, ચિત્રો, પૂતળાં અને સંગીત છે, તથા હોવાં જોઈએ. એટલે કળા જો માણસોને અસર કરવામાં નિષ્ફળ નીવડે, તો તેથી એમ ન કહી શકાય કે, તેનું કારણ પ્રેક્ષકો કે શ્રોતાઓની સમજશક્તિની ખામી છે; પરંતુ તેમાંથી તારવવાનો નિર્ણય એ હોય ને હોવો જોઈએ કે, તેવી કળા યા તે ખરાબ કળા છે કે પછી તે મુદ્દલ કળા જ નથી.
- જેમને સમજવાને માટે પૂર્વતૈયારી અને અમુક માહિતી કે જ્ઞાનનો ક્રમ જોઈએ, એવી કેટલીક વિદ્યાઓ છે; જેમ કે, પહેલી ભૂમિતિ જાણ્યા વગર ત્રિકોણમિતિ ન ભણી શકાય. પરંતુ આ જાતની વિદ્યાથી કળા એ કારણે જુદી પડે છે કે, લોકો ઉપર કળા જે અસર કરે છે તે તેમનાં વિકાસ અને ભણતરની સ્થિતિથી સ્વતંત્રપણે : ચિત્ર, સ્વશે કે આકારોની મજા કે આકર્ષકતા દરેક માણસને અસર કરે છે, – ભલે ને એની વિકાસ-ભૂમિકા પછી ગમે તે હોય.
કળાનું કામ જ આ છે કે, તર્ક કે દલીલ રૂપે જે પામી કે સમજી ન શકાય, તેને પોતે સમજાવવું અને હૃદયગત કરાવવું. ખરેખર કલાની અસર પામનારને સામાન્યપણે એમ લાગે છે કે, જાણે તે વસ્તુ પોતે પહેલેથી જાણતો હતો, પણ તેને વ્યક્ત કરી શકતો નહોતે.
અને સારી ઉત્તમ કલા હમેશ એવી જ હોતી આવી છે. ઇલિયડ, ઑડેસી, આઈઝેક જેકબ અને જોસેફની વર્તાઓ, હિબૂ પેગંબરો, (બાઇબલનાં) ભજનો ને દૃષ્ટાંતકથાઓ, શાકય મુનિની કથા, ને વેદોનાં સૂક્તો–આ બધાં અતિ ઉદાત્ત ભાવનાઓ વહન કરે છે અને છતાં, આજના આપણા મજૂરો કરતાંય ઓછા ભણેલા એવા તે કાળના પ્રાચીન લોકોને એ બધું પૂર્વે જેમ સમજાતું હતું, તેમ જ અભણ કે ભણેલા આપણ સૌને તે આજે સમજાય છે. લોકો કળાની અગમ્યતાની વાત કરે છે; પરંતુ કળા એ જો મનુષ્યની ધર્મપ્રતીતિમાંથી ઝરતી લાગણીઓનું વાહન હોય, તો ધર્મ ઉપર (એટલે કે, મનુષ્યના ઈશ્વર સાથેના સંબંધ