________________
નવી કળાની અગગ્યતા પણું નહિ, પણ તેની ટેવ પાડવાપણું થયું; અને લોકો ટેવ તો ગમે તેની – ખરાબમાં ખરાબ વસ્તુઓની પણ – પાડે: જેમ લોકો ખરાબ ખોરાક, દારૂ, તમાકુ ને અફીણનું વ્યસન પાડે, તે જ રીતે તેઓ ખરાબ કળાનું પણ પાડે. અને જે કરવામાં આવે છે તે બરોબર એવું જ છે.
ઉપરાંત, એમ પણ ન કહી શકાય કે, સર્વોચ્ચ કલાકૃતિઓ કદરવાને માટે મોટા ભાગના લોક પાસે સુરુચિ નથી. આપણે પણ જેને સર્વોત્તમ
ક્લા ગણીએ છીએ, તેને આમ-લોક હમેશ સમજ્યા છે અને હજીય સમજે છે. “જેનેસિસ 'નું મહાકાવ્ય, બાઇબલની દૃષ્ટાંતકથાઓ, લોકવાત, પરીકથાઓ, અને લોકગીતો સૌ કોઈ સમજે છે. તો પછી, જનતાનો મોટો ભાગ, આપણી કળામાં જે ઉચ્ચ કે ઉદાત્ત હોય તેને સમજવાની શક્તિ ઓચિંતો ખોઈ બેઠો, એમ શી રીતે બની શકે?
એક ભાષણ ઉમદા છે, પણ જે ભાષામાં તે અપાયું હોય તેને ન જાણનારાને માટે તે અગમ્ય છે, એમ કહેવાય. દા. ત., ચીની ભાષામાં અપાયેલું કોઇ ભાષણ ઉમદા હોય, પણ હું ચીની ન જાણતો હોઉં, તો મને તે અગમ્ય રહે. પરંતુ બીજી બધી માનસિક પ્રવૃત્તિઓથી કલાકૃતિની જે ખાસ વિશેષતા છે તે એ વસ્તુ છે કે, કલાની ભાષા સૌ સમજે છે અને ભેદભાવ વિના સૌને તે ચેપે છે. રશિયનનાં આંસુ કે હાસ્ય પેઠે જ ચીનાનાં આંસુ ને હાસ્ય મને ચેપે છે; અને એમ જ ચિત્રણ તથા સંગીત માટે, અને મને સમજાતી ભાષામાં ઉતારાય તો, કાવ્ય માટે પણ છે. એક કિરગીઝ કે જાપાનીને તેનાં ગીતે અસર કરે, તેથી થોડે ઓછે અંશે છતાં, તે મનેય અસર કરે છે. મને જાપાની ચિત્રકળા, હિંદી સ્થાપત્ય, અને અરબી કથાઓની પણ અસર થાય છે. જાપાની ગીત કે ચીની નવલકથાથી જો મને જૂજ અસર થાય, તો તે એ કૃતિઓને હું સમજતો નથી તેથી નહિ, પણ એ કારણથી કે, હું વધારે ઊંચી કલાકૃતિઓ જાણું છું ને તેમનાથી ટેવાયો છું. તેનું કારણ એ નથી કે, તેમની કળા મારા ગજાની ઉપરવટ છે. મહાન કલાકૃતિઓ એટલા જ માટે મહાન છે કે, તે સૌને સુલભ અને ગ્રામ્ય હોય છે. ચીની