________________
પર
કળા એટલે શું?
૧૮મા સૈકાનાં માણસાએ કરી અને ખાસ કરીને બૉમગાર્ટનના વાદથી તે મૂર્ત બની અને પ્રતિષ્ઠા પામી. ગ્રીક લાકો પાસે તો કદીય કલાની વિદ્યા હતી જ નહિ. (ઍરિસ્ટોટલ અને તેના અનુગામી ઉપર બૅના લખેલી તારીફ લાયક ચાપડી અને વોલ્ટરની પ્લેટો પરની ચાપડી કોઈ વાંચે, તે આ બાબતની ખાતરી થશે. )
ખ્રિસ્તી યુરોપીય સમાજના ઉપલા વર્ગોમાં લગભગ ૧૫૦ વર્ષ ઉપર કલાવાદો જાગ્યા, અને તે જર્મન, ઇટાલિયન, ડચ, ફ્રેંચ ને અંગ્રેજ એ બધી નિરનિરાળી પ્રજાઓમાં એકસાથે જાગ્યા. અને તેનો સંસ્થાપક અને સંગઠનકાર બૉમગાર્ટન હતો; તેણે તેને વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય રૂપ આપ્યું.
જર્મન પ્રજાના ખાસ લક્ષણરૂપ એવી જે તેમની બાહ્ય ચાકસાઈ, પંડિતાઈ, અને સમરૂપતા પકડવાની નજર, તે વડે તેણે આ અજબ કલાવાદ રચ્યો, અને એક શાસ્ત્ર પેઠે તેનું વિવરણ કરીને સમજાવ્યો. અને ખુલ્લેખુલ્લો તે વસ્તુ-કે-રહસ્ય-શૂન્ય હોવા છતાં, સંસ્કારી ટોળાને તે વાદ જેવો બીજો એકે વાદ રુચ્યો નહિ, અને તેઓએ તેને આટલી બધી વિવેકશૂન્યતાથી અને ઝટપટ સ્વીકારી લીધો. ઉપલા વર્ગોને તે એવો તો ગોઠી ગયો કે, તદ્દન તરંગી અને અધ્ધરિયો હોવા છતાં, તે વાદને આજ સુધી ભણેલા અને અભણ સૌ કોઈ ગાયા કરે છે, જાણે કે તે કશી નિ:શંક અને સ્વયંસિદ્ધ વસ્તુ ન હોય !
‘વાચકની બુદ્ધિ ઉપર પુસ્તકોનું નસીબ અવલંબે છે’; અને તેમ જ કે તેથીય વધારે પ્રમાણમાં, વાદોનું નસીબ, તેઓ જે સમાજમાં અને જેને માટે શોધાયા હોય, તે સમાજ કઈ ભૂલ-દશામાં ગુજરે છે, તેના પર અવલંબે છે. સમાજનો અમુક ભાગ જે અસત્ય દશામાં રહેતો હોય, તેને જો અમુક વાદ પરમાણે, તો તે વાદ ભલેને ગમે તેવો પાયા વગરનો કે ઉઘાડો ખોટો પણ હોય, તે છતાં સમાજનો તે ભાગ સ્વીકારે છે, અને તેને માટે તે વાદ ધર્મશ્રદ્ધાની વસ્તુ બની જાય છે. દા. ત., માથ્યૂસનો જાણીતો પણ પાયા વગરનો વાદ કે, – જગતની વસ્તી ભૂમિતિ-શ્રેણીએ (ગુણક પ્રમાણથી) વધે
--