________________
નવી કળાની અગતા કૃતિઓ નિર્માણ કરવા પાછળ લાખ રોજ ખર્ચાય છે અને આ બાબતમાં ચિત્રણ કવિતાની પાછળ તે શું, પણ તેને ટપી જાય છે.*
અને આમ જ નાટકની દશા છે; ને એમ જ સંગીતકળામાં પણ ચાલે છે, કે જેને માટે કાંઈ નહિ તો એમ લાગે કે, આ કળા તો દરેકને ગમ્ય હોવી જોઈએ; અને એ જ પ્રમાણે જે ક્ષેત્રમાં તો અગમ્ય થવું અઘરું લાગે એવા લઘુ-અને-નવલ-કથા-ક્ષેત્રમાંય બને છે.*
આ આપણા (૧૯મા) સૈકાના પૂર્વાર્ધમાં ઊછરેલા લોકો એટલે ગેટ, શીલર, મુસેટ, હ્યુગો, ડિકન્સ, બિથોવન, ચૉપિન, રાફેલ, દ વિન્સી, માઇકલ એન્ડજેલ અને દેવારોશ – એ બધાના પ્રશંસકો;- તેઓ આ નવ-કલાનું કાંઈ જ હાર્દ પામી શકતા નથી, અને લાગલા જ તેની કૃતિઓને રુચિશૂન્ય ગાંડપણ જ કહે છે અને તેમના પ્રત્યે દુર્લક્ષ કરવા ચાહે છે. પરંતુ આ નવી કળા પ્રત્યે આવી વૃત્તિ ધારણ કરવી એ તદૃન અન્યાયી છે; કારણ કે પહેલી વાત તો એ કે, આ કળા વધુ ને વધુ ફેલાતી જાય છે, અને આ સૈકાના ત્રીજા દસકામાં થયેલા “રોમૅન્ટિસિસ્ટ” લોકો સમાજમાં જેવું દૃઢ સ્થાન પામેલા, તેવું સ્થાન આ નવી કળાએ કયારનું મેળવી લીધું છે. અને બીજી અને મુખ્ય વાત એ છે
* અહીં આગળ સ્ટૉય એક કલા પ્રેમીની ડાયરીમાંથી (આ કલાપ્રેમી તે એમની દીકરી જ છે, એમ મેંડ જણાવે છે.) ઉતારી આપે છે. પેરીસમાં ઈ. સ. ૧૮૯૪માં ભરાયેલાં ચિત્ર પ્રદર્શનો જોઈને તે નોંધે એણે કરી હતી. તેમાંથી કેટલીક બાબત ગુજરાતી વાચક માટે ટીપમાં જ ઉતારું છું –
કાળજીથી ને હૃદયના ભાવથી મેં ચિત્રો જોયાં, પરંતુ એ જ પ્રમાણે અક્કલ બહેર મારી જાય ને તે ગુસ્સે આવે એ અનુભવ ફરી થયો ... ચિત્રણ એવું તે અચે કસ હતું કે, કેટલીક વાર આપણે એ નક્કી ન કરી શકીએ કે, હાથ ચા માથું કઈ બાજુ ફેરવેલું છે. . . . કેટલાંક ચિત્રોમાં આકૃતિઓ હતી, પણ વસ્તુ-વિષય ન મળે ! દરેક ચિત્રના પિતાના ખાસ રંગ હતા; તેનાથી જાણે તેને છાંટી ન નાંખ્યું હોય, એવું તે લાગતું. . . .” –મ.
+ સંગીત, નાટક, તથા કથાઓ અંગે પણ ટેસ્ટચ પોતાના વિધાનના સમર્થનમાં દાખલા દલીલો ટાંકે છે. એ બધે વિસ્તાર ગુજરાતીમાં ટૂંકાવી લીધો છે. –મ