________________
કળા એટલે શું? દ્વારા તેને તેઓ પોલીશ કરી આપે છે, અને પછી વિવેચકો અને ઉપલા વર્ગના લોકો એમને મહાન લેખકો તરીકે આવકાર આપે છે.
બૉડલૅર અને વર્લેન જ નહિ, પણ “ડિકેડન્ટ 'કળાશાખાના બધાની સફળતાની આ જ એક માત્ર ચાવીરૂપ સમજૂતી છે. . . .*
ઘણા માને છે કે, “ ડિકેડન્ટ ”-કળાયુગ એક અકસ્માત અને આગંતુક ઘટના જ છે. પરંતુ એ માન્યતા બરોબર નથી. એ સમજવા, અને કળાની વર્તમાન દશા શી છે તેનો સ્પષ્ટ ખ્યાલ કરવા માટે, વાચકને મારી વિનંતી છે કે, પરિશિષ્ટમાં *હું જે જાણીતા ને આદરપાત્ર થયેલા થોડા યુવાન કવિઓમાંથી દાખલો આપું છું, તે વાંચવા તસ્દી લે. તેમનાં ખરાબ જ કાવ્યો મેં પસંદ કર્યા એવો આક્ષેપ ટાળવાને માટે મેં તેમના કાવ્યસંગ્રહના ૨૮મા પાન પર જે કાવ્ય આવે તે જ ઉતાર્યું છે.
આ કવિઓની બીજી કૃતિઓ પણ એવી જ એકસરખી દુર્ગમ છે; મહા મુશ્કેલીથી જ તે સમજી શકાય, અને તેય પૂરેપૂરી તો નહિ જ. અને આ જ જાતની કૃતિઓવાળા તો બીજા સેંકડો કવિઓ પડેલા છે, જેમાંના થોડાક જ મેં ઉપર ગણાવ્યા છે. તેવી જ સ્થિતિ જર્મન, સ્વિસ, નૉર્વેજિયન, ઇટાલિયન અને આપણા રશિયન પદ્યની પણ છે. અને આવી કૃતિઓ છપાઈ છપાઈને તેમની કરોડો નહિ તોય લાખ ચેપડીઓ બને છે ને વેચાય છે. તેમની છાપણી અને બાંધણી પાછળ કરોડો રોજની મજૂરી અપાય છે; મને લાગે છે કે, મિસરના મહા પિરામીડને બાંધતાં ખરચાયેલી મજૂરી કરતાં આ ઓછી નહિ હોય.
અને આટલેથી જ પતતું નથી. બીજી કલા-શાખાઓમાં પણ આમ જ ચાલે છે. ચિત્રણ, સંગીત અને નાટયની એવી જ અગમ્ય
* અહીંથી આગળ પાછાં ટોલ્સ્ટોયે નમૂનાનાં કાવ્યો આપવા માંડયાં છે. અને ઉપરાંત વધુ દાખલા પુસ્તકના પરિશિષ્ટ રૂપે પણ આપે છે. ગુજરાતી વાચકને આ બધામાં ખેંચવાની જરૂર માની નથી. –આ.