________________
૭૪
કળા એટલે શું? નામાવલી તે થોકબંધ છે. અને તેમાં મેં ફ્રેન્ચ નામે એટલા માટે લીધાં છે કે, તેઓ ચોક્કસપણે બીજાઓના કરતાં આ નવા ક્લાપ્રવાહની દિશા બતાવનારા છે અને ઘણાખરા યુરોપીય લેખકો એમને અનુસરે છે. . . .*
બીજા કવિઓના દાખલા ટાંકતા પહેલાં, મારે થોભીને એ જોવું જોઈએ કે, હાલમાં મહાન કવિ તરીકે સ્વીકારાયેલા આ બે પદ્યલેખકોબૉડલૅર અને વર્લેન – આટલી બધી અદ્ભુત ખ્યાતિ કેમ પામ્યા! ફ્રેન્ચની પાસે ચેનિયર, મુસેટ, લૅમર્ઝાઈન, અને બધામાં ખાસ તો વિકટર હ્યુગો જેવા કવિઓ હતા; તે ઉપરાંત પણ તાજેતરમાં થયેલા બીજા છે, આ છતાં આ બે જણને ફ્રેન્ચ લોકોએ આટલું બધું મહત્ત્વ શું કામ આપ્યું, એ મને સમજાતું નથી. તે બેનાં કાવ્યોનું બાહ્ય રૂપ જુઓ તો કુશળતાથી તે કયાંય વેગળું છે, અને તેમને વસ્તુ-વિષય જુઓ તો ભારે નિંદ્ય અને સામાન્ય કોટિનો જ છે; છતાં તેમની ખ્યાતિ શાથી? બેમાંના એક, બૉડલૅરની જીવનવિષયક સમજ એ હતી કે, નર્યા જડ અહંભાવને એક સિદ્ધાંતપદે ચડાવી મૂકો અને નીતિમત્તાને સ્થાને સૌંદર્યની – ખાસ કરીને કલાકીય સૌંદર્યની – અસ્પષ્ટ કલ્પનાને મૂકવી. બૉડલૅરને સ્ત્રીના કુદરતી રંગના ચહેરા કરતાં કૃત્રિમ રંગેલો વધારે પસંદ પડતો; અને સાચાં ઝાડ તથા પાણીને બદલે ધાતુનાં ઝાડ અને કૃત્રિમ પાણીના નાટકી દેખાવ વધારે ગમતા; અને આ વાત તેણે જ કહી છે.
બીજો પદ્યલેખક વર્લેન; તેની જીવનસમજમાં નબળું વંઠેલપણું, નૈતિક કાયરતાની કબૂલાત, અને એ કાયરતાના ઉતાર તરીકે નરી જડમાં જડ કૅથલિક મૂર્તિપૂજાનો દેવળધર્મ – આ બધું હતું. એ ઉપરાંત, તે બેઉ જણમાં સહજતા, પ્રામાણિકતા અને અને સાદાઈનો સાવ અભાવ
* ઉપર કહી ગયેલા ત્રણ ઉપરાંત બીજા અનેક ફેંચ કવિનાં નામે તથા પ્રસ્તુત ચર્ચા માટેના નમૂના આ પછી ટેસ્ટૉય આપે છે. તે અહીં છોડવા છે. વાચક ગુજરાતી કાવ્યમાંથી આ ઘોરણે દાખલા વિચારશે તો તેવા નહિ મળે એમ નથી લાગતું. –મ.