________________
૧૦
નવી કળાની અગમ્યતા ઉપલા વર્ગોની અશ્રદ્ધાને લઈને તેમની કળા વસ્તુ-વિષયમાં કંગાળ બની. પરંતુ એ ઉપરાંત તે વધારે ને વધારે આગવી અને એકવર્ગી જ બનતી જવાથી, તેની સાથોસાથ તે વધુ ને વધુ ગૂંચવાયેલી, ડોળી, અને અસ્પષ્ટ તથા દુર્ગમ બનતી ગઈ.
(કેટલાક ગ્રીક કલાકારો કે યહૂદી પેગંબરોના જેવો) કોઈ સાર્વભૌમ કલાકાર પોતાની કૃતિ રચે, તો કુદરતી રીતે તે પોતાને કહેવાનું એવી રીતે કહેવા મથે, કે જેથી તેની કૃતિ સૌને સમજાય. પરંતુ કળાકાર જ્યારે કોઈ અસામાન્ય પરિસ્થિતિવાળા નાના મંડળના લોકને માટે, અથવા તો પોપ, કાર્ડિનલો, રાજાઓ, અમીરો, ઉમરાવો, રાણીઓ, કે રાજાની રખાતો જેવી એક જ વ્યક્તિ કે તેમના દરબારીઓ કે ડાયરાવાળાઓને માટે પોતાની કૃતિ રચતો થયો, ત્યારે સ્વાભાવિક રીતે તે
આ જ લોકોને અસર કરવાનો ઇરાદો રાખતો થયો; કેમ કે, તે એ લોકોને સારી પેઠે ઓળખે અને તેમની ખાસ પરિસ્થિતિ પણ તે બરોબર જાણે. એટલે એ કામ તુલનામાં એને સહેલું પણ હતું. અને પોતાને રજૂ કરવાની વસ્તુ તે એવા ઉલ્લેખો કે સૂચનો દ્વારા વ્યક્ત કરવા અનિચ્છાએ તણાઈ જતો, કે જે બધાં તેમાં પ્રવેશ પામેલા લોકોને જ સમજાય અને બાકીના કોઈને નહીં. આ રીતમાં પહેલું તો એ ફાવે કે, તેનાથી ટૂંકામાં વધારે કહી શકાય; અને બીજું એ કે, આવી રીતે વ્યક્ત કરવાની પદ્ધતિમાં જે સંદિગ્ધતા કે અસ્પષ્ટતા હોય છે તેમાં, પેલા (ઉપર કહેલા જીવન-પ્રકારમાં) પ્રવેશ પામેલા લોકોને એક પ્રકારની મજેદાર આકર્ષકતા લાગે છે. આ પદ્ધતિમાં શૈલી ડાળી અને ભારેખમ બને છે,
૭૨