________________
૭૮
કળા એટલે શું ?
કે, આ નવકળા, કે જેને આપણે ‘ ડિકેડન્ટ ’ નામ આપ્યું છે, તે આજે કળાનું છેક છેલ્લું રૂપ છે; તેને આપણે સમજી શકતા નથી એટલા માટે જો આપણે તેની કૃતિઓને ઉપર પ્રમાણે મૂલવવા તૈયાર થઈએ, તો પછી યાદ રાખો કે, એ ન્યાય આપણને પસંદ પડતી કળાને મૂલવવા માટેય લાગુ થાય : કેમ કે, આપણા પ્રિય કવિ ગેટે, શીલર અને ફૂગાનાં કાવ્યો, ડિકન્સની નવલકથા, બિથેાવન અને ચૉપિનનું સંગીત, રાફેલ –માઇકેલ એન્જેલા–દ વિન્સીનાં ચિત્રો, વગેરે બધી કલાકૃતિને આપણે આદરપાત્ર ગણીએ છીએ; પરંતુ આપણે જેમ આજની નવકળા નથી સમજતા, તેમ જ આપણી આદરપાત્ર આ કૃતિઓને નહિ સમજનાર આખી મજૂર-વસ્તી અને ઘણા ગેર-મજૂરિયાત લોકોની ભારે મેટી સંખ્યા પડેલી છે.
જો મને એવું માનવાના હક હાય કે, જેને હું નિશંક સારું માનું છું, તેને મોટા ભાગની આમ-જનતા નથી સમજતી ને તે તેને નથી ગમતું, કેમ કે તે પૂરતી કેળવાયેલી નથી; તે પછી નવી કલાકૃતિ હું સમજી શકતા નથી ને મને ગમતી નથી તેનું કારણ એટલું જ કે, તેમને સમજવાને માટે હું હજી પૂરતા કેળવાયા નથી, એવી દલીલના ઇનકાર કરવા મને હક રહેતા નથી. હું ને મારી જોડે સહાનુભૂતિવાળા એવા મેાટા ભાગના લોકો નવી કલાકૃતિઓ સમજતા નથી, કારણ કે, તેમાં સમજવા જેવું કશું છે નહિ, ને તે ખરાબ કળા છે આમ કહેવાના જો મને હક હાય, તે પછી તે જ હકે કે ન્યાયથી, તેના કરતાંય બહુ મોટી સંખ્યાને એવા આખા મજૂર લેાકસમુદાય, કે જેને હું આદરપાત્ર ગણું છું, તે કળાને સમજતા નથી, તે એમ કહી શકે કે, હું સારી ગણું છું તે કળા ખરાબ છે ને તેમાં કશું જ સમજવા જેવું નથી.
નવી કળાને આમ ધુત્કારી કાઢવામાં રહેલા અન્યાય એક પ્રસંગે ખાસ સ્પષ્ટતાથી મારા જોવામાં આવ્યા. અગમ્ય કાવ્યો લખનારા એક કવિએ, મારી હાજરીમાં, આત્મવિશ્વાસપૂર્વક ને રાજી થતાં થતાં, અગમ્ય