________________
કળા એટલે શું?
હતી; પણ પછીથી તે એફેશનેબલ થઈ લોકોય તેને વ્યક્ત કરતા કૃતિઓને નીચે પ્રમાણે
(તેમાં) જીવનથી થાકેલા
७०
માણસાએ જ વ્યક્ત કરી પડી છે, અને અતિ સામાન્ય ને ખાલી નકામા થયા છે. ફ્રેન્ચ વિવેચક ડુમીક નવા લેખકોની વર્ણવે છે, તે અતિ યોગ્ય છે. તે કહે છે. “ પાછું અને કંટાળો છે; વર્તમાન યુગને માટે ધિક્કારની લાગણી છે; કળાનાં માયાચક્ષુથી જોયેલા બીજા યુગને માટે ખેદ છે; સમસ્યા કે પ્રતિસ્પર્ધી દ્વંદ્રો માટે ચસકો છે; અસામાન્ય કે નિરાળા દેખાવાની ઇચ્છા છે; સાદાઈ માટે લાગણિયાળી ઝંખના છે; અદ્ભુત માટે બાલિશ આદરભાવ છે; દિવાસ્વપ્નમાં રાચવા તરફ રોગિષ્ઠ વલણ છે; જ્ઞાનતંતુઓની છિન્ન ભિન્ન દશા છે; અને એ બધાથી ચડિયાતું એવું તો એ કે, ઇંદ્રિયસુખ કે ભોગવિલાસ માટે ઉત્તેજિત થયેલી માગ છે. ” * અને, ખરું જોતાં, આ ત્રણ લાગણીઓમાંની જે હલકામાં હલકી લાગણી ઇંદ્રિયસુખ છે, ( કે જે બધા માણસોને જ નહિ, પણ બધાં પશુઓનેય સુલભ છે), તે તો અર્વાચીન કલાકૃતિઓનો મુખ્ય વસ્તુ-વિષય બની છે.
...
બૉકેશિયોથી માંડીને માર્સેલ પ્રોવોસ્ટ સુધી, બધાં નવલો, કાવ્યો અને ગીતો, અનેક પ્રકારે, અચૂક સ્ત્રીપુરુષપ્રેમની લાગણી જ વ્યક્ત કરે છે. બધી નવલોમાં વ્યભિચાર તેમનું પ્રિય જ નહિ, લગભગ એકમાત્ર વસ્તુ હોય છે. કોક ને કોક બહાને જો ઉઘાડાં હાથ-પગ-ને-છાતી-ગળાવાળી સ્ત્રી ન આવે, તે તે નાટયપ્રયોગ નાટયપ્રયોગ નહિ. ગીતો અને પ્રેમશૌર્યની કથાઓ – બધાં જ જુદે જુદે અંશે આદર્શરૂપ કરેલી કામવાસનાના જ આવિષ્કારો હોય છે.
ફ્રેન્ચ ચિત્રકારોના મોટા ભાગનાં ચિત્રો જુદાં જુદાં રૂપે સ્ત્રીની નગ્નતા બતાવે છે. તાજેતરના ફ્રેન્ચ સાહિત્યમાં ભાગ્યે જ એવું પાનું કે કાવ્ય હશે, કે જેમાં નગ્નતા નહીં વર્ણવાઈ હોય, અને પ્રસ્તુત કે અપ્રસ્તુત રીતે, તેમનો પ્રિય વિચાર અને શબ્દ nu (નગ્ન અથવા
* Les Jeunes પુસ્તકમાંથી.